સંતરામપુર : નગરપાલિકા દ્વારા સાફસફાઈ વ્યવસ્થિત રીતે નહીં કરાવાતાં ગંદકી નું સામ્રાજ્ય..

સંતરામપુર નગરમાં આવેલ માળીવાડ વિસ્તાર ફળીયામાં કચરા ને ગંદકી ની સાફસફાઈ વ્યવસ્થિત રીતે નગરપાલિકા દ્વારા નહીં કરાતાં ત્યાં હાલ ગંદકી નું સામ્રાજ્ય જોવાં મળે છે.
માળીવાડ ફળીયામાં રસ્તા ઉપર જ કાદવ કીચડ ને પાણી ના રેલા જોવાં મળે છે ને આ રસ્તે પસાર થવું પણ તકલીફ વાળું બનેલ છે.
નગરપાલિકાના સત્તાધિશો ને નગરની સવછતા જાળવવામાં ને ગંદકી દુર કરવામાં ને રસ્તા પર પડેલ ખાડા પૂરવા માં ને પેચ વર્ક કરાવવામાં કોઈ રસ જોવાં મલતો નથી.
આ નગરપાલિકા માં માત્રને માત્ર વિકાસનાં કામો ની ગ્નાટ પરજ નજર હોય તેમ જણાય છે
તથા સીસી રોડ ને ડામર રોડ ના કામો માં આ નવા બનેલ રોડો નું મેઈનટનસ ને રીપેરીંગ ત્રણ વર્ષ સુધી જેતે કોન્ટ્રાક્ટરે કરવાનું હોયછે
તેમ છતાં પણ આ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પાસે આ શરત મુજબ ની રીપેરીંગ ની કામગીરી કરાવવામાં આંખઆડા કાન કરતી જોવાં મળે છે.
આ સંતરામપુર નગરપાલિકાનો વહીવટી ખાડે ગયેલ છે ને નગરપાલિકા ના વહીવટ થી નગરજનો માં ભારે નારાજગી જોવાં મળે છે.