અમદાવાદમાં ડ્રાઇવ-ઇન પાસેના ટાવરમાં કારમાં આવેલા ત્રણે સિક્યોરિટી ગાર્ડ અને મહિલા સાથે મારઝૂડ કરી

હિમાલયા મોલ નજીક આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આવતી કારને સિક્યોરિટી ગાર્ડે રોકતા કારમાં બઠેલા ત્રણ લોકોએ ગાર્ડ સાથે મારઝૂડ કરી ધમકી આપી હતી.
સોસાયટીના કમિટી મેમ્બર વચ્ચે પડતા તેમને પણ લાફા માર્યા હતા.
કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું.
પોલીસે કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન, મારઝૂડ, ધમકીની ફરિયાદ નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.
ધાકધમકી આપીને ફરાર થઈ ગયો
કમિટી મેમ્બર રશ્મિબેનને સિક્યુરિટી ગાર્ડ અભિષેક સેંગરનો ફોન આવ્યો હતો કે એક કારમાં આવેલા ત્રણને રોકીને પૂછપરછ કરી ત્યારે મારઝૂડ કરી ગાળો ભાંડી, ધમકી આપી જતા રહ્યા હતા.
જો કે અડધા કલાક પછી આ ત્રણેય પરત આવ્યા હતા અને સિક્યુરી ગાર્ડને ફરી માર મારવા લાગ્યા હતા.
જેથી રશ્મિબેન તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે આ ત્રણેય તેમને પણ ગાલ પર લાફા માર્યા હતા.
ત્રણ પૈકી એકે ‘હું વરુણ સિધ્ધાર્થ વર્મા છું તું મને ઓળખતી નથી’ તેમ કહીને ધાકધમકી આપીને ફરાર થઈ ગયો હતો.
રશ્મિબેને પોલીસ કંટ્રોલમાં મેસેજ કરી ફરિયાદ નોંધાવી હતી.
બીજી બાજુ આ ત્રણેય પૈકી વરુણ વર્મા ઈંદ્રપ્રસ્થ સોસાયટી પાસે કારમાં બેઠો હોય
અને પોલીસ ત્યાં પહોંચી તપાસ કરતા વરુણ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.