ગાંધીનગરમાં 17મો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો, 150 જેટલા કલાકારોએ કૃતિઓ રજૂ કરી

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં 17મો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો, 150 જેટલા કલાકારોએ કૃતિઓ રજૂ કરી

ગાંધીનગરમાં 17મો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો, 150 જેટલા કલાકારોએ કૃતિઓ રજૂ કરી

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં 17મો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો, 150 જેટલા કલાકારોએ કૃતિઓ રજૂ કરી
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં 17મો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો, 150 જેટલા કલાકારોએ કૃતિઓ રજૂ કરી

 

ગાંધીનગરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત 17મો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

આ મલ્ટીમિડીયા વીરાંજલિ કાર્યક્રમમાં પાટનગરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

અને શહિદોને સલામી આપતા આ પર્વને નગરજનોએ ઉત્સાહભેર માણ્યો હતો.

6 લાખ નાગરિકને જોડવામાં કાર્યક્ર્મ સફળ રહ્યો

આ કાર્યક્રમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભા.જપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દેશના નામી-અનામી શહીદોને શ્રદ્ધાંજલી અર્પવાના ઉમદા ભાવથી વિરાંજલી કાર્યક્રમ ગાંધીનગરના આંગણે રજૂ થઇ રહ્યો છે.

આઝાદી કા અમૃત મહોત્સવમાં 6 લાખ નાગરિકને જોડવામાં આ કાર્યક્ર્મ સફળ રહ્યો છે.

આપણને મહામૂલી આઝાદી અપાવવામાં શહીદ વીરક્રાંતિકારીઓએ કેવી યાતનાઓ ભોગવી છે,

જેનો અહેસાસ આજના યુવાનોને આ કાર્યકમ થકી થશે.

આ કાર્યક્રમમાં 150 જેટલા કલાકારો પોતાની ભૂમિકા પુરા દેશ દાઝ સાથે દાખવી રહ્યા છે

પુર્વજો અને નેતાઓએ જે દેશ માટે કર્યુ છે એ આપણે જોયુ છે: જે.પી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પ્રાંસગિક ઉદબોધન કરતા વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિથી ઓતપ્રોત એવા ઉપસ્થિત સમગ્ર નગરજનોને આવકાર્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ સમયે જાણીતા અજાણ્યા શહિદોને યાદ કરવા, તેમના જીવન અને બલિદાનોને સમજવા આ કાર્યક્રમને તેમણે શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું.

આ વીર શહિદોને જાણવાની સાથે સાથે સચોટ જાણકારી મેળવવી એ પણ એક જવાબદારી છે,

જે નવયુવાનોને હજી 2046 જોવાનું છે, તે યુવાનોને કર્તવ્ય પથપર આગળ વધવાની પ્રેરણા આપતા જણાવ્યુ હતું કે, આપણા પુર્વજો અને નેતાઓએ જે દેશ માટે કર્યુ છે

એ આપણે જોયુ છે પણ હવે દેશમાટે કંઈક કરવાનો આપણો વારો છે,

કેમ કે, જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ મનાવ્યે ત્યારે ભારતને એક વિકસિત દેશ તરીકે જોઈ શક્યે અને વિદેશી વિરાસતથી સંપુર્ણ નિજાદ મેળવી શકીશું, પોતાની વિરાસત પ્રત્યે ગૌરવ અનુભવી શકીશું.

150 જેટલા નાટ્ય કલાકારોએ ભાગ લીધો

આ કાર્યક્રમમાં મેડમ ભિખાઈજી કામ, સરદાર સિંહ રાણા, રામચન્દ્ર પાંડુરંગ યાવરકર(તાત્ય ટોપે), મણિકર્ણિક(રાણી લક્ષ્મીબાઈ),જલકારી બાઈ,પુરન સિંહ,સેનાપતિ અઝિમ ઉલ્લા ખાન, રામારાવ, નાનાસાહેબ પેશ્વા, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, અશ્ફાક ઉલ્લા ખાન,રામ પ્રશાદ બિસ્મિલ્લા, મુળુ ભા, દેવુભા, ભગત સિંઘ,

સુખદેવ, રાજગુરુ, શ્યામજી કૃષ્ણ વર્મા, છગન ખેરાજી વર્મા, રત્નાજી અને રંગાજી ઠાકોર, જીવાભાઈ ઠાકોર, ગરબડ દાશ પટેલ, કેપ્ટન લક્ષ્મી, દુર્ગા ભાભી અને આવાતો અનેક નામી અનામી વીરોની સહાદત ગાથા તથા ફાંસિયા વડ જેવી નવયુવાનો માટે અજાણ ઘટનાઓનું તાદ્રશ્ય વર્ણન કરતી કૃતિઓ વીરાંજલિ દ્વારા રોમાંચક રીતે 150 જેટલા નાટ્ય કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.

 

વીરાંજલિ મલ્ટીમિડીયા નાટ્યકૃતિ વિરલ રાજ દ્વારા દિગ્દર્શિત તથા ગુજરાતનાં નામાંકિત લોક સાહિત્યકાર સાંઈરામ દવે દ્વારા લિખીત નાટ્યકૃતિઓનાં સમુહ દ્વારા વીર શહિદોની એ શૌર્યગાથાને સમર્પિત શ્રધાંજલી છે.

આ પ્રસંગે ગાંધીનગરનાં કલેક્ટર સુરભિ ગૌતમ, ગાંધીનગર મેયર હિતેષભાઈ મકવાણા, ડેપ્યુટી મેયરપ્રેમલસિંહ ગોલ, અને અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિતિ રહીને કલાકારો ઉત્સાહ વધાર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp