4 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મહીસાગર LCBએ લુણાવાડા બસ સ્ટેશનમાંથી ઝડપી પાડ્યો

લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો ગોધરા ખાડી ફળિયા વિસ્તારનો રહેવાસી આરોપી સમીર મોહમ્મદ સીદીકી જે છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો હતો.
જેને મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે લુણાવાડા બસ સ્ટેશન ખાતેથી બાતમી આધારે ઝડપી પાડ્યો.
પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષ એમ.એસ.ભરાડાની સૂચના આનુસર મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે મુજબ મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના IP આર.ડી.ભરવાડને બાતમી મળી હતી કે, લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો નાસતો ફરતો આરોપી સમીર મોહમ્મદ સીદીકી લુણાવાડા બસ સ્ટેશન ખાતે આવાનો છે. તેવી બાતમી મળતા મહિસાગર LCB સ્ટાફના માણસો વિરેન્દ્રસિંહ, પરેશભાઈ, રાજેશભાઇ, ધર્મેન્દ્રભાઈ, નરેન્દ્રકુમાર, તથા વિક્રમસિંહ ટીમ બનાવી લુણાવાડા બસ સ્ટેશન ખાતે ચર્કિંગમાં હતા.
ત્યારે આ નાસતો ફરતો આરોપી ત્યાં આવતા તેને પકડી પાડવામાં આવ્યો હતો
અને હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
