નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર કાઉંસેલીંગ કાર્યક્રમ યોજાયો

પ્રતીકાત્મક તસવીર:નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર કાઉંસેલીંગ કાર્યક્રમ યોજાયો

નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર કાઉંસેલીંગ કાર્યક્રમ યોજાયો

પ્રતીકાત્મક તસવીર:નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર કાઉંસેલીંગ કાર્યક્રમ યોજાયો
પ્રતીકાત્મક તસવીર:નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર કાઉંસેલીંગ કાર્યક્રમ યોજાયો

 

નશાબંધી મંડળ, ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા તથા અધિક્ષક રેલ્વે સ્ટેશન નડિઆદ તેમજ શહેર નિયોજક (નડિઆદ)ના સંયુકત ઉપક્રમે વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર તેમજ

વ્યસન મુક્તિ કાઉંસેલીંગ કાર્યક્રમનુ રેલ્વે સ્ટેશન નડિઆદના પટાંગણમા આયોજન કરવામાં આવ્યું હતું.

“નશો નોતરે નાશ” “નશો નાશનું મૂળ છે”

કાર્યક્રમની શરૂઆત મહેમાનોનો પરીચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે કાર્યક્રમનો રૂપરેખા અને કાર્યક્રમનો હેતુ સમજાવતા નશાબંધી મંડળ, ગુજરાત શહેર નિયોજક મનોજ રાવ (નડિઆદ) જણાવ્યું હતું કે નશાકારક પદાર્થો અને કેફી દ્રવ્યો નો દુર ઉપયોગ અને માંગમા ઘટાવા માટે જાગ્રુતી ફેલાવવાના હેતુ સમજાવી વ્યસન વિનાશનુ પેહલુ પગથિયુ છે.

જીવનમા નશાના કારણે વ્યસન પોતાને જ નહી પરતું તેના સમ્રગ પરિવારને તકલીફ અને નુકશાન પહોચાડે છે,

જેમ કે તેના પરીવારના સભ્યોને આર્થિક પાયમાલી તથા શારીરિક-માનસિક નુકશાન કરે છે

વિગેરેની સમજ વચ્ચે અધિક્ષક રેલ્વે સ્ટેશન નડિઆદનાઓ એ “નશો નોતરે નાશ” “નશો નાશનું મૂળ છે” જેવા સુંદર અને મર્મ શૈલીથી રેલ્વે સ્ટેશન નડિઆદના યાત્રિકો સમજ આપેલ હતી.

સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી

​​​​​​​નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધાના ગીતાબેન પરમાર તથા જાગ્રુતિબેન જાદવનાઓએ જે કોઈપણ સગાસબંધીઓ, માતા-પિતા, કે પછી પોતે તથા મિત્રો જો વ્યસનની લત સાથે સંકડાયેલ હોઇ તો નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર મહુધા ખાતે આવેલ છે

જેનો સંપર્ક કરવો તેવું જણાવવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ અને આજીવન નશાથી દુર રહી સ્વસ્થ ભારત નશા મુક્ત ભારત બનાવવા અપીલ કરી સાથે વ્યસન મુક્તીના સાહિત્ય વિતરણ કરવામાં આવેલ.

આભાર માની કહ્યું કે ચાલો આપણે સાથે મળી વ્યસન મુક્ત સમાજની સ્થાપના કરીએ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજયભાઇ તથા જગદિશભાઇ મક્વાણા ધ્વારા કરવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp