વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, લોકોએ જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, લોકોએ જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી

વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, લોકોએ જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, લોકોએ જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, લોકોએ જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી

 

 

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પાછળના ભાગે સર્વિસ રોડ ઉપર અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડ્યો હતો.

આ મૃતદેહ ઉપર સ્થાનિક લોકોની નજર પડતા તેમણે રાવપુરા પોલીસને જાણ કરી હતી.

પોલીસ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇ મોતનું કારણ જાણવા સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

શહેરમાં આ બનાવથી ચકચાર મચી જવા પામી છે.

પોલીસને કોઇ સગડ મળ્યા નથી

મળેલી માહિતી પ્રમાણે વહેલી સવારે પોલીસને માહિતી મળી કે, રાજમહેલ રોડ, સયાજી હોસ્પિટલના પાછળના ભાગે સર્વિસ રોડ ઉપર એક મૃતદેહ પડ્યો છે.

તુરતજ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. તે સાથે સયાજી હોસ્પિટલમાં આવતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી મૃતદેહ કબજે કરી કાર્યવાહી શરૂ કરી હતી.

બીજી બાજુ મૃતકનું નામ શોધવા માટે ટોળે વળેલા લોકોની પૂછપરછ કરી હતી. પરંતુ, પોલીસને કોઇ સગડ મળ્યા ન હતા.

હોસ્પિટલમાં આવ્યો હોવાનું અનુમાન

પોલીસનું માનવું છે કે, મૃતક વ્યક્તિ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તેના કોઇ પરિવારના સભ્ય સાથે આવ્યો હોવો જોઇએ અથવા શહેરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હોવો જોઇએ.

આશરે 45 વર્ષના શખ્સના મોતનું ચોક્કસ કારણ પણ જાણી શકાયું નથી.

પોલીસે હાલ લાશનો કબજો લઇ પોષ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.

અજાણ્યા વ્યક્તિના પોષ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ અજાણ્યા વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

મૃતકની ઓળખ માટે પ્રયાસો

જોકે, પોલીસ તંત્ર દ્વારા અજાણ્યો વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

પોલીસે સયાજી હોસ્પિટલમાં પણ લાશનો ફોટો લઇને લાશની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે.

જોકે, પોલીસને હજુ સુધી અજાણ્યા વ્યક્તિ અંગેના કોઇ સગડ મળ્યા નથી.

આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

અત્રે રાવપુરા પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp