શહેરામાં રમતા-રમતા બાળક 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં પડ્યો; અંતે બહાર મૃતદેહ નીકળ્યો

કોઈની બેદરકારી કોઈના મોતનું કારણ બની. પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેમનો હસ્તો-રમતો લાડકો નહીં, પણ તેનો મૃતદેહ ઘરે આવશે.
આ દુખઃદ ઘટના શહેરા તાલુકાના અણીયાદ ચોકડી પાસે ઘટી હતી.
જ્યાં એક બાળક એપાર્ટમેન્ટ આગળ રમી રહ્યો હતો.
અને રમતા-રમતા અચાનક જ તે એક ખાડામાં ખાબક્યો. ખાડો અંદાજે 10 ફૂટ ઊંડો હતો અને પાણીથી ભરેલો હતો.
જેથી માસૂમ અનેક પ્રયત્નો બાદ પણ બહાર ન નિકળી શક્યો. અંતે લોકનું ટોળું એકઠુ થયું અને એક વ્યક્તિ ખાડામાં ઉતરી બાળકને બહાર લાવ્યો.
જો કે ત્યા સુધી મોડું થઈ ગયું હતું અને બાળક મોત સામે હારી ગયો હતો…
માતા આક્રંદ સાથે પુકારતી રહીં ‘મેરા બચ્ચા કબ આયેગા’
આ બનાવની જાણ તેના પરિવારમાં માતા-પિતાને થતા ભારે આક્રંદ સાથે પોતાની માતા રુદન કરી રહીં હતી.
કે મેરા બચ્ચા કબ આયેગા… પરંતુ ખાડામાં પડેલ કમલનાથ મદારીનું અચાનક મોત થતાં પરિવારના લોકો ગમગીન થઈ ગયા હતા.
અને આક્રંદ સાથે પોતાની માતા પુકારતી રહીં મેરા કાના.. મેરા કાના પરંતુ એ પહેલા તો કમલનાથ મદારીએ દુનિયાને અલવિદા કરી દીધી હતી.
10 ફૂટ ઊંડા ખાડામાં બાળક ગરકાવ થયો
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના અણીયાદ ચોકડી પાસે આવેલા એક એપાર્ટમેન્ટ આગળ બાળક રમી રહ્યું હતું.
ત્યારે તેને ખબર ન હતી કે ત્યાં 10 ફૂટ ઊંડો પાણી ભરેલો ખાડો છે.
જોતજોતામાં બાળક રમતા-રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી જતા બાળક પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.
જેના પગલે મુક્તજીવન ડિઝાસ્ટર એકેડેમી અને નગરપાલિકાની ટીમે બાળકની શોધખોળ આરંભી હતી.
અને કલાકોની જહેમત બાદ બાળક મૃત હાલતમાં મળી આવ્યો.
તેનો મૃતદેહ 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
બાળકને બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ
આ બનાવ સંદર્ભે શહેરા તાલુકાના નિર્માણાધીન એપાર્ટમેન્ટ ખાતે પાછળના ભાગે એક 10 ફૂટ ઊંડો પાણી ભરેલો ખાડો હતો.
જેમાં એક 8 વર્ષીય બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં ધસી પડતા પાણીમાં ગરકાવ થયો હતો.
જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાળકને બચાવવાની કોશિશ કરી
પરંતુ બાળક 10 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થતાં સ્થાનિક શહેરા મુક્તજીવન ડીઝાસ્ટર એકેડેમી અને નગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખાડામાંથી અંતે બાળકનો મૃતદેહ મળ્યો
8 વર્ષના બાળકને 10 ફૂટ ઊંડા ખાડામાં શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અને કલાકોની જહેમત બાદ સ્થાનિક ડીઝાસ્ટર એકેડેમી અને નગરપાલિકાની ટીમ દ્વારા 10 ફૂટ ઊંડા ખાડામાંથી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ચાલુ સાઈટ પર કરવામાં આવેલા ખાડાની આજૂબાજૂ કોઈપણ જાતની સાવચેતી માટે બેરિકેટ મુકવામાં આવ્યા ન હતા.
જેના પરિણામે આજે 8 વર્ષના બાળકનો 10 ફૂટ ઊંડા ખાડાએ ભોગ લીધો હતો.
ત્યારે શહેરા પોલીસ સ્ટેશનના PIએ ઘટનાસ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરી છે.