દુકાને જવુ નહીં તેવો મેસેજ કરનાર પર ચાકૂથી હુમલો

નડિયાદના મરીડા ગામે રહેતા વીરસિંહ બસ સ્ટેન્ડ પાસે આવેલ સાગરભાઈ ચૌહાણના ગલ્લે નિયમિત જતા હતા.
ત્યારે સાગરભાઈએ તેઓને કહેતા કે તારી પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે બોલે છે.
જેથી વીરસિહને તેની પત્ની પર વહેમ થઈ ગયો હતો.
જે બાબત તેણે તેના કાકા નરેન્દ્રસિહને કરી.
આવી જ ઘટના નરેન્દ્ર સાથે પણ બની હતી.
ગલ્લાવાળો સાગર નરેન્દ્રને પણ આ જ રીતે હેરાન કરતો હોઈ નરેન્દ્રએ ગામના લોકોને એક વોટ્સએપ મેસેજ વાયરલ કર્યો હતો કે કોઈપણ વ્યક્તિએ ઝેરોક્ષ કઢાવવા સાગરના ગલ્લે જવુ નહી.
નરેન્દ્ર 17મીના રોજ સાંજના ખેતરમાંથી મોટર સાયકલ લઈ ઘર તરફ આવી રહ્યો હતો,
તે સમયે મહાદેવ મંદિર પાસે સાગરના કુટુંબી વિક્રમ અને તેના મિત્રો ઉભા હતા.
તેઓએ નરેન્દ્રને ઉભો રાખી સાગરભાઈનું ઉપરાણું લઇ હુમલો કરી દીધો હતો.
જેમાં નરેન્દ્રને નાક તેમજ માથાના ભાગે ઇજાઓ થઈ હતી.
તે દરમિયાન તેમનો ભત્રીજો પાર્થ ત્યાથી પસાર થતો હોઈ છોડાવવા વચ્ચે પડતાં વિક્રમે ચપ્પુ કાઢી વિંઝવા જતા પાર્થને આખના ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે નડિયાદ સિવિલમાં ખસેડાયા હતા.
ગ્રામ્ય પોલીસે વિક્રમ, મિતેશ, પ્રતિક અને જયંતી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
