ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામમાં સમર્થન યાત્રા નીકળી…

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી દૂર કરવા ષડયંત્ર રચાયું , આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ : ડો. કાયનાત અંસારી આથા, ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ
ગાંધીધામ : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા
ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત
કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામ સહીત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત
સમગ્ર ગુજરાતમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ઓસ્લો ખાતેથી ગાંધી માર્કેટ સુધી આમ આદમી પાર્ટી દ્વારા
ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં સમર્થન પદયાત્રાનું અાયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ
અને પદાધિકારીઓએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે
આદિવાસી સમાજ માટે લડત લડનારા, જળ, જંગલ જમીનની રક્ષા કરવા માટે લડત લડનારા તથા
ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્રના ભાગરૂપે કાયદાનો દુરુપયોગ કરીને
જેલમાં મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ પર વર્ષોથી કેસો ચાલી રહ્યા છે પરંતુ તેમને સજા કરવામાં આવતી નથી,
ભૂમાફિયાઓ, ભ્રષ્ટાચારીઓ, ખરાબ રોડ – બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો, દારૂ-ડ્રગ્સ વેચનારા માફિયાઓ સહિત
અનેક લોકો ખોટા કામ કરીને પણ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે જનતાનો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે,
તો ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે. આ સમર્થન યાત્રામાં
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથા, જીજ્ઞાશા સોંદરવા, નિર્મલા, રાજેશ સથવારા, દેવાયત આહીર, દીગ્વિજયસીંહ જાડેજા,
નીલેશ મહેતા, અમૃત રાઠોડ, હરીશ મારુ, વિજય પ્રજાપતિ, નીલેશ દાફડા, નીતીનભાઇ, રાયશીભાઇ, દીપકભાઇ, રોહીતભાઇ, જીતેન્દ્રભાઇ,
સુનીલભાઇ જેઠવાની, પ્રતાપભાઇ રાઠોર સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
