ક્રાઇમગુજરાત અમદાવાદ : એક ભૂત કાઈમ બ્રાંચને જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધી લઈ ગયું…. CP NEWS 24May 5, 2026May 5, 2026 અમદાવાદ : એક ભૂત કાઈમ બ્રાંચને જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધી લઈ ગયું…. પ્રતિકાત્મક તસ્વીર : એક ભૂત કાઈમ બ્રાંચને જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધી લઈ ગયું…. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક પોલીસ કોન્સ્ટેબલને જાણકારી મળે છે કે એક હત્યા થઈ હતી અને હત્યા સ્ત્રીની હતી…. સ્ત્રીની લાશને દફનાવી દેવામાં આવી હતી. આ માહિતી દોઢ મહિના પહેલા આવી હતી… પરંતુ આ કંકાળ સુધી પહોંચવા માટે અમદાવાદ કાઈમ બ્રાંચને એક ભૂત આ મકાન સુધી લઈ ગયું…. જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી… આ વાત જરા સાંભળવામાં વિચિત્ર લાગે તેવી છે પરંતુ વિગતે સમજવી પણ જરૂરી છે…. દોઢ મહિના પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. જેબલિયાના સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શેફલ ખાનને એક માહિતી મળી હતી અને માહિતી જરા વિચિત્ર પણ હતી…. માહિતી એવી હતી કે, અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારના કુતુબનગરની અંદર એક સ્ત્રીની હત્યા કરવામાં આવી હતી અને પછી તેની લાશને ત્યાં જ દાંટી દેવામાં આવી હતી…. અમદાવાદ નો આ વટવા વિસ્તાર જ્યાં એક વિસ્તાર એવો પણ છે કે, જ્યાં મુસ્લિમ બહુમતી છે અને આ કુતુબનગર છે… ત્યાં ગરીબ લોકો રહે છે અને મોટા ભાગના મુસલમાનો છે… પરંતુ કુતુબનગર એટલું મોટું છે કે આ કુતુબનગરના કયા મકાનમાં આ મહિલાની હત્યા થઈ તે શોધવું મુશ્કેલ કામ હતું…. જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું…..આ માહિતી એટલી ઉપર છેલ્લી હતી કે, હત્યા ક્યારે થઈ…. કોની થઈ….. અને કેવી રીતના થઈ….. તેની કોઈ જ માહિતી સેફલ ખાન પાસે નહોતી….. પરંતુ આ માહિતી જ્યારે સેફલખાન પાસે આવે છે ત્યારે તે પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. જેબલિયાને જાણકારી આપે છે અને એ.પી. જેબલિયા પોતાના સીનિયર અધિકારી જોઈન્ટ પોલીસ કમિશનર શરતસિંગલ ડી.સી.પી. અજિતરાજયાણ અને એ.સી.પી. ભરત પટેલને આ ઘટનાથી વાકેફ કરે છે આ બધા જ સીનિયર અધિકારીઓ માની રહ્યા હતા કે આ માહિતી એટલી ઓછી…. અધૂરી અને તૃટક છે કે જેના ઉપર કામ કરવું મુશ્કેલ છે…. પણ શેફલ ખાન માની રહ્યો હતો કે ના કંઈક બન્યું છે… અને હું શોધીને જ રહીશ…. શેફલખાન પોતાના સાથી કર્મચારીઓ સાથે વટવા વિસ્તારમાં ફરી રહ્યો હતો… કુતુબનગરમાં રોજ જતો…. પણ ક્યાં…. કેવી રીતના… કોઈ જ માહિતી હાથ લાગી રહી નતી… આ દરમિયાન એક પછી એક ઘર ફરવાનું તે શરૂ કરે છે અને એ એક એવું મકાન મળે છે કે જે મકાન લાંબા સમયથી એટલે કે પાંચ સાત વર્ષથી બંધ હતું… પડોસીઓને જ્યારે પૂછય કે આ મકાન કેમ બંધ છે…. ત્યારે પડોસીઓએ જવાબ આપ્યો ……આ મકાનમાં પહેલા સાબિયા બાનું રહેતા હતા… પરંતુ આ મકાનની અંદર કંઈક ગરબડ છે…. એવું સાબિયા બાનું અને તેનો પરિવાર કહેતો હતો…. આ મકાનમાં જે લોકો રહેતા હતા તેઓ પારાવાર મુશ્કેલીમાં જીવતા હતા અને તેઓ માનતા હતા અહીં કંઈક ગડબડ અને જેના કારણે તેઓ પરેશાન થઈ રહ્યા છે…. સાબિયા ખાનના પરિવારે તાંત્રિકોની મદદ પણ લીધી હતી…. પણ એમની સમસ્યાનો અંત આવતો નહતો…. થોડા વર્ષો પહેલા સાબિયા બાનું આ મકાન વેચી બીજે રહેવા જતા રહ્યા હતા અને ત્યાર પછી કોઈક વ્યક્તિ આ મકાન ખરીધું હતું ….પણ તેને દસ્તાવેજ કર્યા પછી એ વ્યક્તિ અહીંયા કોઈ દિવસ આવ્યો નહતો….. હવે સૌથી પહેલા પોલીસનું કામ હતું કે સાબિયાને શોધવી એ.પી. જેવલિયા પોતાની ટીમોને રવાના કરે છે… સાબિયા ક્યાં રહે છે… તેની તપાસ શરૂ થાય છે… પણ જ્યારે માહિતી મળી… ત્યારે પાછી તપાસમાં બ્રેક વાગી કારણ કે, સાબિયા થોડા વર્ષો પહેલા મૃત્યુ પામી છે…. એવી જાણકારી મળી… હવે સાબિયા મૃત્યુ પામી છે….. તો સાબિયાના સંબંધીને શોધો… એવો આદેશ થયો….. ફરી ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પસાર થાય છે અને ત્યાંથી તેઓ સાબિયા ના જમાઈ જેનું નામ છે ભૂરા ખેડાવાલા તેને શોધી કાઢે છે….. ભૂરા ખેડાવાલાને જ્યારે ક્રાઈમ બ્રાંચ બોલાવવામાં આવ્યો ત્યારે તેના પગ ધ્રુજવા લાગ્યા…… તેને સાંભિયા વિશે પૂછુંચ ત્યારે તેણે કહ્યું, મારા સાસુનું મોત થયું છે….. પણ ભૂરા ખેડાવાલા જે રીતના ડરી રહ્યો હતો ક્રાઈમ બ્રાંચની પારખું નજર સમજી ગઈ કે આણે કંઈક જોયું છે…. કંઈક જાણે છે અને કંઈક છુપાવે છે…. જ્યારે ભૂરાની આખરી પૂછપરજ શરૂ થઈ ત્યારે, કલાકોમાં ભૂરો તૂટી જાય છે અને ભૂરાએ જે રહસ્ય ખોલ્યું તે સાંભળી પોલીસ અધિકારીઓ ચોંકી જાય છે….. ભુરાની જે માહિતી હતી… એ આ પ્રમાણેની હતી….. વાત એવી છે કે ધોળકામાં રહેતી ફરજાના ફરજાનાનું લગ્ન લગ્ન 17 વર્ષની ઉંમરે સુરતમાં કરી દેવામાં આવ્યું હતું…. પરંતુ ફરજાના સાસરીમાં ગયા પછી મનમેળ આવ્યો નહીં અને પાછા તેના તલાક થયા તે પાછી ફરી પોતાના પિયર એટલે કે ધોળકામાં…. પણ ફરજાનાનો સ્વભાવ સ્વછંદી સ્વભાવનો હતો…. પરિવારના લોકો તેનાથી કંટાળી ગયા હતા અને એક દિવસ ફરજાના જાતે ઘર છોડી અમદાવાદ આવી ગઈ અને અમદાવાદમાં પણ તેનું સ્વછંદી જીવન ચાલુ હતું…. આ દરમિયાન તેનો પરિચય શમસુદ્દીન નામના એક યુવક સાથે થાય છે…… આ સંબંધ આગળ વધે છે……. બંને વચ્ચે પ્રેમ થાય છે અને પછી બંને નિકાહ કરવાનું નક્કી કરે છે…. અને ફરજાના અને સમસુદ્દીન નિકાહ કરે છે……. પણ નિકાહ કર્યા પછી પણ ફરજાનાનો જે સ્વભાવ હતો તે સ્વછંદી હતો…… સમસુદ્દીનને એવું લાગવા લાગ્યું કે, તેણે લગ્ન કરી ભૂલ કરી છે…… આ સંસાર લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યો અને પછી આખરે શમસુદ્દીન કંટાળી જાય છે …..શમસુદ્દીન કોઈપણ રીતે ફરજાનાને પોતાના જીવનમાંથી કાઢવા માંગતો હતો…. પણ સમસુદ્દીનને ખબર હતી કે, ફરજાના તેને આટલો જલ્દી છોડશે નહીં…. તે પોતાના એક પિત્રાઈ ભાઈનો સંપર્ક કરે છે અને નક્કી કરે છે કે આનો કાંટો કાઢવો છે….. પણ કાંટો કાઢવો કેવી રીતના…… આ દરમિયાન વાત એવી બને છે કે જે શાબ સાબિયા બાનું છે સાબિયા બાનું ઉપર શમસુદ્દીનનો કોઈ ઉપકાર હતો …..ભૂતકાળની અંદર કોઈ ઘટના ઘટી હતી…. ત્યારે શમસુદ્દીને સાબિયાને મદદ કરી હતી….. એટલે નક્કી કરવામાં આવે છે. શમસુદ્દીન અને તેના પિત્રાએ ભાઈ દ્વારા કે આપણે સાબિયાના ઘરે જઈશું…. ત્યાં રાત રોકાઈશું અને ત્યાં ફરજાનાનો ખેલ પૂરો કરીશું…… આ વાતની જ્યારે સાબિયાને જાણ કરવામાં આવે છે….. એટલે ઉપકાર તળે સાબિયા આ વાત સ્વીકારી લે છે અને 1992 ના એક દિવસે ફરજાના અને સમસુદ્દીન અને તેનો પિત્રાઈ આ ત્રણે સાબિયાના ઘરે જાય છે… રાત્રે જમે છે… બધા સુઈ જાય છે…. અને મધ્યરાત્રીએ જ્યારે ફરજાના સૂતી હતી… ત્યારે સાબિયા સમસુદ્દીન અને તેનો ભાઈ ઉઠે છે….. તેનું ગળું ગોટી તેના પ્રાણ લઈ લે છે…. પણ પછી સવાલ એવો હતો કે, હવે ફરજાના મૃતદેહનો નિકાલ કેવી રીતના કરવો…. તેના માટે એક પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હતું….. ત્યાં મકાનની પાછળ એક ખાળકૂવો બનાવવામાં આવ્યો હતો…. જે 20 ફૂટ ઊંડો હતો તેનું મોઢું તોડી નાખવામાં આવે છે અને તેના મૃતદેને ત્યાં નાખવાની તૈયારી ચાલી રહી હતી…. ત્યારે જ એક ઘટના એવી ઘટે છે કે સાબિયાનો જમાઈ છે જે ભૂરા ખેડાવાલા તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો…. ત્યારે તેણે જોયું કે આટલી મોડી રાત્રે મારા સાસુના ઘરની લાઈટ કેમ ચાલુ છે…. એટલે તે ઘરમાં દાખલ થાય છે….. ત્યાં જોવે છે તો એક સ્ત્રીનો મૃતદેહ પડયો હતો….. અને ખાળ કૂવામાં નાખવાની તૈયારી ચાલી રહી હતી….. સાબિયા પોતાના જમાઈને ધમકી આપે છે કે, મોઢું બંધ રાખજે નહીં તો આ ખાળ કૂવામાં તને પણ ફેંકી દઈશું…. ખેડાવાલા ડરીને ત્યાંથી નીકળી જાય છે… પછી આ ત્રણેય વ્યક્તિઓ ફરજાના મૃતદેહને ખાડામાં એટલે કે ખાળ કૂવામાં નાખી તેનું મોઢું ફરી બંધ કરી દે છે…. ફરજાનાને દફનાવી દીધા પછી… આ ઘરમાં ગરબડ થવા લાગી…. એવું ખેડાવાલા કહે છે…., ખેડાવાલા કહે છે આ ઘરમાં જે લોકો હતા તે સુખી રહેતા નહોતા…. કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા…. તેમને ભ્રમણા થઈ રહી હતી કે અહીંયા કોઈક છે….. આખરે લાંબા સમય પછી નક્કી થાય છે કે, આ મકાન વેચી દેવાનું અને મકાન વેચી દેવામાં આવે છે…. આ દરમિયાન શમસુદ્દીનનો જે પિત્રાઈ ભાઈ હતો તો તેનું પણ મોત નીપજ્યું…. સાબિયાનું પણ મોત નીપજ્યું…. હવે વાત હતી શમસુદ્દીનની પોલીસ શોધવા નીકળી….. શમસુદ્દીનને તો જમાલપુર દરવાજા પાસે સમસુદ્દીન મળી આવ્યો…. ત્યારે સમસુદ્દીન મળ્યો ત્યારે તેની ઉંમર છે 61 વર્ષની હતી…આમ 92 ની અંદર એક ઘટનાને અંજામ આપનાર એક વ્યક્તિ મળ્યો જેનું નામ છે સમસુદ્દીન… જે આજે 61 વર્ષનો છે… ક્રાઈમ બ્રાંચ તેને પણ લઈ આવી…. તેની પૂછપરછ કરી… તેણે એણે આખી ઘટના કબૂલી…. જેવી રીતના ભૂરા ખેડાવાલાએ કબૂલી…. આ સત્ય સામે આવ્યા પછી પોલીસ પાસે કોઈ પુરાવો નહતો કે હત્યા છે… એટલે ક્રાઈમ બ્રાંચના સીનિયર અધિકારીઓ ફોરેન્સિક અધિકારીઓને બોલાવે છે કારણ કે સમયગાળો બહુ લાંબો થઈ ગયો હતો અને બીજી સમસ્યા એવી હતી કે મકાન વેચાઈ ગયું હતું… એટલે મકાન કોઈ બીજી વ્યક્તિનુ હતુ… ફોરેન્સિક અધિકારીઓના મતે આટલા વર્ષ પછી મૃતદેહ એટલે કે કંકાળ મળવું મુશ્કેલ હોય.. કારણ કે કંકાળ ઓગળી જાય… પરંતુ એફએસએલ અધિકારીઓએ કહ્યું કે 500 વર્ષ થાય તો જો દાંત હોય તો દાંત ઓગળતો નથી… દાંત તમને ચોક્કસ ત્યાંથી મળશે….. આખરે નક્કી થાય છે ઓપરેશન કરવાનું….. હવે જે મકાન બંધ હતું એ મકાન માલિકને બોલાવવામાં આવે છે….. પહેલા તો મકાન માલિકને આશ્ચર્ય થાય છે કે મારું મકાન તમે શું કામ તોડશો… ત્યારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ખાતરી આપી કે ઓપરેશન કરવું અનિવાર્ય છે… જો મૃતદેહ એટલે કે કંકાળ મળશે તો કામ આગળ થશે ….પણ કંકાળ મળે કે ન મળે…. અમે તારું ઘર તોડયા પછી તને નવું ઘર બનાવી આપીશું… આખરે મકાન માલિક તેની મંજૂરી આપે છે…. અને એટલે સવારે 6 વાગ્યે ક્રાઈમ બ્રાંચની ટીમ ફોરેન્સિક અધિકારી મેજિસ્ટ્રેટની સાથે ક્રાઈમ બ્રાંચ ત્યાં પહોંચી અને મજૂરો ખોદકામ કરવા લાગ્યા …..મજૂરો ખાળકુવાનું ખોદકામ કરતાં કરતાં જેમ જેમ આગળ વધી રહ્યા હતા…. તકલીફ એવી પડી રહી હતી કે ત્યાં ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું હતું… અને એક તબક્કે મજૂરોએ કહ્યું કે હવે આગળ વધી શકાય તેમ નથી….. એટલે નક્કી થયું કે હવે મજૂરોને પાછા બોલાવી લો… બપોરના 12 વાગી ગયા હતા….. જેસીબી કામ કરી રહ્યું હતું…. 12 ફૂટ સુધી ખાળકૂવો ખોદાઈ ગયો હતો….. પણ કોઈ સંતોષકારક પુરાવા ક્રાઈમ બ્રાંચને મળી રહ્યા નહોતા….. એક તબક્કે એવું થયું કે આ ઓપરેશનને અહીંયા જ અટકાવી દઈએ…. પરંતુ જ્યારે ઇન્સ્પેક્ટર જેબલિયાએ પોતાના સીનિયર અધિકારીઓને જાણ કરી…. ત્યારે સનિયર અધિકારીઓએ પુછ્યુ કે ખાળકુઓ કેટલા ફૂટનો છે તો જવાબ મળ્યો 20 ફૂટનો 12 ફૂટ સુધી ક્રાઇમ બ્રાંચ પહોંચી ગઈ હતી… આખરે નક્કી થયું કે આપણે ઓપરેશન આગળ વધારીએ છીએ… અને 20ફૂટ સુધી જઈએ અને જ્યારે સાંજના 6 વાગી રહ્યા હતા… ત્યારે જેસીબી 20ફૂટ સુધી સુધી પહોંચ્યું અને વિસ્ફૂટ સુધી જ્યારે જેસીબી પહોંચ્યું.. ત્યારે ફરજાનાના હાડકા આખા હાડકા બહાર નીકળવા લાગ્યા… આ જોઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ચોંકી ગયા…. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જેસીબીના પાવડામાં પોતાના કર્મચારીઓને બેસાડી 20ફૂટ નીચે ઉતાર્યા…. આ જોખમી કામ હતું…. પરંતુ ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓ 20ફૂટ સુધી નીચે ગયા અને હાડકા લઈને બહાર આવ્યા… ત્યાં હાજર ફોરેન્સિક અધિકારીઓએ હાડકાને જોયા અને પ્રાથમિક રીતે તેમણે કહ્યું કે આ હાડકા સ્ત્રીના છે…. પરંતુ સાયન્ટિફિક રીતે આ સાબિત કરવું બહુ અનિવાર્ય છે…. આ હાડકાને એકત્રિત કરવામાં આવ્યા…. ફોરેન્સિક અધિકારીઓ દ્વારા જે મોકલવામાં આવ્યા છે… અમદાવાદ ફોરેન્સિક લેબોરેટરીમાં જ્યાં આ હાડકા સ્ત્રીના છે કે પુરુષના છે પહેલા તો એ નક્કી કરવામાં આવશે… અને એ નક્કી કર્યા પછી આ હાડકામાંથી ડીએનએ પ્રિઝર્વ કરી ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીને મોકલવામાં આવશે….. હવે આ ફરજાના જ છે એ નક્કી કરવા માટે ફરજાના પરિવારને પણ ક્રાઈમ બ્રાંચે શોધી કાઢયો છે… જે ધોળકા રહે છે… ફરજાનાના ભાઈના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને આ ડીએનએ જો મેચ થાય તો આ ફરજાનાની જ હત્યા થઈ છે તેવું સાબિત થાય…. જ્યાં સુધી ડીએનએ રિપોર્ટ આવતો નથી ત્યાં સુધી આ હત્યાનો મામલો કાગળ ઉપર નોંધી શકાય તેમ નથી…… અત્યારે સમસુદ્દીનની ઉંમર 61 વર્ષની છે….. એ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે…. આ મામલાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમે બહુ મોટું કામ કર્યું યું છે… કારણ કે આટલા વર્ષો પછી તેમને કંકાળ મળ્યા છે… અહીંયા સવાલ એવો થાય છે કે જ્યારે મુસલમાનો દફન વિધિ કરે છે…. ત્યારે હાડકા ઓગળી જાય છે… તો ફરજાનાના હાડકા ઓગળ્યા કેમ નહી… આવો સવાલ જ્યારે પોલીસ અધિકારીઓએ એફએસએલને પૂછ્યો… ત્યારે જવાબ એવું હતો અને વિજ્ઞાન એવું હતું કે જો માટીની અંદર દફન વિધિ થઈ હોત અને સૂકી માટી હોય તો હાડકા ઝડપથી ઓગળવા લાગે છે…. પરંતુ ફરજાન નાનો મૃતદેહ ખાળ કૂવામાં નાખ્યો હતો… જે ચારે તરફથી ઈટ સિમેન્ટથી બંધ હતો અને તેમાં પાણી જઈ રહ્યું હતું તેમાં ભેજ હતો માટે આટલા વર્ષો પછી પણ હાડકા મળ્યા છે …એટલે કે નર કંકાળ મળ્યું છે… હાડપિંજર મળ્યું છે.. જેનો ડીએનએ રિપોર્ટ બે ચાર દિવસમાં આવશે… પછી કાયદેસર રીતે ગુનો નોંધી સમસુદ્દીનની ધરપકડ કરવામાં આવશે… પણ આ મામલામાં કુલ ત્રણ લોકો હતા… જેમાં સમસુદ્દીનનો પિત્રાઈ અને શાબિયા બાનુનું મોત નીપજ્યું છે…આ મામલે હાલ પોલિસ તપાસ ચાલુ છે…જેથી તપાસ મા આગળ શુ થાય છે…તે ની વિગતો તપાસ બાદ જ ખબર પડશે… Share on FacebookTweetFollow usSave Post Views: 7
શહેરમાં ત્રણ અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ, સયાજીગંજમાં વાહન ચોરી અને મારામારી શહેરમાં ત્રણ અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ, સયાજીગંજમાં વાહન ચોરી અને મારામારી શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વિજયભાઇ…
ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. ભચાઉ પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો… મૃતક હરગોવિંદભાઈ…
પંચમહાલ : બળાત્કાર અને હત્યા ઘટના ને લઈ સખત કાર્યવાહી કરવા અંગે નિવાસી અ.કલેકટર ને આવેદન… પંચમહાલ : બળાત્કાર અને હત્યા ઘટના ને લઈ સખત કાર્યવાહી કરવા અંગે નિવાસી અ.કલેકટર ને આવેદન… ગોધરા શહેર ના…