આધોઇમાં હવે ચૂંટણી માત્ર પક્ષોની નથી રહી, પરંતુ લોકોના રોષ અને પરિવર્તનની માંગ વચ્ચેની લડાઈ બની ગઈ…

આધોઇમાં હવે ચૂંટણી માત્ર પક્ષોની નથી રહી, પરંતુ લોકોના રોષ અને પરિવર્તનની માંગ વચ્ચેની લડાઈ બની ગઈ...

આધોઇમાં હવે ચૂંટણી માત્ર પક્ષોની નથી રહી, પરંતુ લોકોના રોષ અને પરિવર્તનની માંગ વચ્ચેની લડાઈ બની ગઈ…

આધોઇમાં હવે ચૂંટણી માત્ર પક્ષોની નથી રહી, પરંતુ લોકોના રોષ અને પરિવર્તનની માંગ વચ્ચેની લડાઈ બની ગઈ...
આધોઇમાં હવે ચૂંટણી માત્ર પક્ષોની નથી રહી, પરંતુ લોકોના રોષ અને પરિવર્તનની માંગ વચ્ચેની લડાઈ બની ગઈ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે જિલ્લા પંચાયત બેઠક વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ચૂંટણીનું ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં આવતા કોંગ્રેસના ઉમેદવાર રાજેશભાઈ દેવડાને સીધો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.

સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ સામેનો અસંતોષ આ વખતે મતપેટીમાં દેખાઈ શકે છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વર્ષો સુધી ભાજપના નેતાઓએ આ વિસ્તારમાં રાજ કર્યું, પરંતુ વિકાસના નામે કંઈ ખાસ કામ થયું નથી.

રસ્તા, પાણી, આરોગ્ય, રોજગાર અને સરકારી સુવિધાઓ જેવી મૂળભૂત બાબતોમાં લોકો આજે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

બીજી તરફ ભ્રષ્ટાચાર, જમીન કૌભાંડ, સરકારી જમીનો પર કબજો, આરટીઓ કૌભાંડ અને બુથ કેપ્ચરિંગ જેવા ગંભીર મુદ્દાઓને લઈને ભાજપના કેટલાક પૂર્વ નેતાઓ ચર્ચામાં રહ્યા છે.

લોકોમાં એ વાતનો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે ચૂંટણી આવે ત્યારે જ ગામ અને લોકોની યાદ આવે છે.

પાંચ વર્ષ સુધી લોકોની સમસ્યાઓ સાંભળવા કે વિકાસના કામો કરવા કોઈ આગળ આવતું નથી.

હવે મતદારો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે માત્ર વચનો અને પ્રચારથી કેટલા દિવસ લોકો વિશ્વાસ રાખશે?

આ બેઠક પર ચૂંટણી અધિકારીઓની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

કેટલાક લોકોનો આક્ષેપ છે કે હોદા પર બેઠેલા લોકો રાજકીય દબાણમાં કામ કરી રહ્યા છે અને સામાન્ય મતદારોની ફરિયાદો પર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી.

આધોઇમાં હવે ચૂંટણી માત્ર પક્ષોની નથી રહી, પરંતુ લોકોના રોષ અને પરિવર્તનની માંગ વચ્ચેની લડાઈ બની ગઈ છે.

હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાનો ગઢ બચાવી શકશે કે પછી લોકો આ વખતે નવી દિશામાં મત આપશે.

રીપોર્ટ બાય આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp