ભચાઉ : ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ વિકાસકાર્યો માટેની ગ્રાન્ટ અનુસંધાને વિકાસકાર્યોના ખાતમુહૂર્ત…


ભચાઉ શહેર મધ્યે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ વિકાસકાર્યો માટેની ગ્રાન્ટ અનુસંધાને જુનાવાડા મુકામે ૧૩૭.૭૪ લાખના વિકાસ કાર્યો તેમજ મોડેલ સ્કૂલની બાજુમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) મધ્યે ૪૯૮.૭૬ લાખના વિકાસકાર્યો એમ કુલ ૬૩૬.૫૦ લાખના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત ગાંધીધામના લોકપ્રિય ધારાસભ્ય માનનીય માલતીબેન મહેશ્વરીજી, ભચાઉ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ભચાઉ નગરપાલિકાના પૂર્વપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભા.જ.પા. ના મંત્રી વિકાસભાઈ રાજગોર, ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશાલભાઈ કોટક, મહામંત્રી રાજેન્દ્રભાઈ ઠક્કર, ભચાઉ નગરપાલિકા ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા, શાસકપક્ષના નેતા દેવશીભાઈ રબારી, દંડક કાસમભાઈ ઘાંચી, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, સામાજિક તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં અવિનાશભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવેલ અને વિકાસકાર્યો ની ગ્રાન્ટ ફાળવવા બદલ સૌ આગેવાનો દ્વારા ગુજરાત સરકાર નો આભાર વ્યક્ત કરવામાં આવેલ…