માતૃભાષા દિને…!!!
ભાષા મારી ગુજરાતીને, બોલી સારી ગુજરાતી…
શબ્દે શબ્દ છલકાતા, ને એના પ્રેમમાં ઊભરાતી..!
મુગ્ધ થઈ જાય, ને થાય બધી દુનિયા ઘેલી…
મીઠી બોલીને અર્થોમાં રે’છે સરળને સે’લી..!
ભાષા મારી ગુજરાતીને, હું છું પાકો ગુજરાતી…
ગર્વ છે મને મારી બોલીનો, હું છું પૂરો ગુજરાતી..!
“મોમ” ને તો અમે સૌ, “બા” કેહતા’તા…
“ડેડ” ને નામે હૈયે વસીને, “બાપા” રહેતા’તા..!
વારસો પ્રેમ તણો લઈને, આગળ વધે ગુજરાતી…
શાનને માન છે મને, મારી વ્હાલી આ ગુજરાતી..!
થયા કવિ મીરાં-મેઘાણી, નરસિંહ-નર્મદને, કલાપી…
સરદાર-ગાંઘીમાં ચાલી, આઝાદીની ચળવળ દેશે વ્યાપી..!
આફત કદી આવે તો ઢાલ બની, કૂચ કરે ગુજરાતી…
આરંભે થાય શૂરોને, હાકલ કરે છે આ ગુજરાતી..!
ગર્વ છે મને મારી આ, માભોમનો હું છું ગુજરાતી…
દાદાને ડોસો, ડોસી દાદી, છે પાકી મારી ગુજરાતી..!
“લાય”-“લે”, “તું”-“તમે” માં, ખરચી નથી પાઈ રાતી…
આગવી છે “સ્મૃતિ” આ, પ્રેમાળ માતૃભાષા ગુજરાતી..!