ક્રેડિટ કાર્ડ ના ફાયદા…
લોકો આડેધડ ખરીદી કરી રહ્યા છે ડયુ ડેટ સાચવી શકતા નથી અને દેવાના ચક્કરમાં ફસાતા હોય છે
આજકાલ ઓનલાઇન સેલ નો વેવ જોવા મળે છે મોટાભાગની નામાંકિત ઈ કોમર્સ સાઈટો પર દિવાળી સેલ ચાલે છે
દિવાળીના મહિના અગાઉ આ સેલ શરૂ થયા છે ક્રેડિટ કાર્ડના કારણે ખરીદીની માત્રામાં બમણો વધારો થયો છે
દરેક સાઈટ પર મેગા સેલ ચાલી રહ્યા છે ઓનલાઇન ચીજો મંગાવવાનો ટ્રેન્ડ વધ્યો છે
બજાર કરતાં સસ્તી ચીજો ઓનલાઇન સેલમાં જોવા મળતી હોય લોકો તે ખરીદી કરી રહ્યા છે
આપણે ત્યાં હજુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોકો એટલો બધો કરતા નથી ક્રેડિટ કાર્ડ માં લગાવતા ઊંચા ફાઈનાન્સ ચાર્જ અને વ્યાજ વગેરે ખર્ચે કુલ રકમના 10% જેટલું થવા જાય છે
ક્રેડિટ કાર્ડ ની સવલતમાં વાપરવા માટે ચાર પાંચ લાખ રૂપિયા સુધીની મોટી રકમ મળતી હોય છે
અને તે વિના રોકટોક વાપરી શકાય છે પરંતુ આ વાપરનારને ખબર નથી હોતી કે વાપરેલા પૈસા પાછા આપવાના છે
ખરીદતી વખતે જે જોષ હોય છે તે ચૂકવતી વખતે જોવા નથી મળતો. ક્રેડિટ કાર્ડ ધરાવનાર ચૂકવનારી પૂરી રકમના બદલે મિનિમમ એકાઉન્ટ ભરે છે
અને ફરી પાછો બીજું દેવું કરવા તૈયાર થઈ જાય છે ફરી ચુકવણી આવે ત્યારે વિવિધ ચાર્જ ઉમેરાઈને સ્ટેટમેન્ટ આવે છે
કેટલાક લોકો દેવાળિયા બની જાય છે અને પઠાણી ઉઘરાણી નો અનુભવ કરે છે
આપણે ત્યાં પૈસા ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ માળમાં ઓછો થાય છે
ક્રેડિટ કાર્ડમાં લગાવતા ઊંચા ફાયનાન્સ ચાર્જ અને વ્યાજ વગેરે ખર્ચ પૂર્ણ રકમના 10% જેટલું થઈ શકે છે જે લોકોને ક્રેડિટ કાર્ડ વાપરતા આવડે છે
તેમના માટે આ મફતમાં મળતી તાત્કાલ િક આર્થિક છે કેમ કે તેમાં પૈસા વાપર્યા પછી તે રકમ મહિના પછી કે ડ્યુ ડેટના દિવસે ભરવાનો હોય છે
અચાનક કોઈ સારવાર લો કે અન્ય કોઈ મોટો ખર્ચ આવી પડે તો ક્રેડિટ કાર્ડ વહાલુ લાગે છે
મોટી હોસ્પિટલમાં આઈસીયુમાં જ્યારે કોઈને દાખલ કરવામાં આવે ત્યારે ઘણીવાર લાખ રૂપિયા જેવી રકમ ભરવાનું કહેવાય છે
જે લોકો પાસે કેટલેસ મેડીક્લેમ છે તેમને બહુ વાંધો નથી આવતો પરંતુ બધા આવા સુખી નથી હોતા
બહારથી એટલે કે કોઈ વ્યાજના ધંધાદારી પાસે પૈસા માંગવામાં આવે તો એ 5% વ્યાજ લે છે
અને સામે ગેરંટી તરીકે કોઈ સિક્યુરિટી માંગે છે આવા સમયે હોસ્પિટલનો ખર્ચ ક્રેડિટ કાર્ડ મારફતે તાત્કાલિક ચુકવી શકાય છે
કોર્પોરેટ હોસ્પિટલો સવલતો સારી આપે છે
પણ સાધારણ હોસ્પિટલ કરતાં લગભગ ત્રણ ગણી રકમનું બિલ બનાવે છે