દેવ દિવાળી પર્વે ડાકોરથી ફાગવેલ સુધીનો માર્ગ પદયાત્રાઓથી ઉભરાયો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજ ના મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે મેળો યોજાતા હોય છે.
જેમાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થીઓ દર્શનાર્થે ઉમટે છે.
દેવ દિવાળીના પર્વે બે લાખથી વધુ દર્શનાર્થીઓ વીર ભાથીજી મહારાજ ના દર્શન કરી ધન્યતા અનુભવો
ત્યારે ગુજરાત ઘ૨માંથી દર્શનાર્થીઓ અહીં પગપાળા આવતા હોય છે.
મોટાભાગે દક્ષિણ ગુજરાતમાંથી જેવા કે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ,
છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાંથી દર્શનાર્થીઓ અહીં પગપાળા દર્શનાર્થે આવે છે.