સિંચાઈ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની આંખ ખોલવા હેમંત બારોટ પગે પડી ગયા

ડભોઇ તાલુકાના પંચાયત પૂર્વ પ્રમુખ હેમંત બારોટ ખેડૂતોને સિંચાઈના પાણી નર્મદા કેનાલ મા ન મળતા રજૂઆત કરવા પહોંચ્યા
ભ્રષ્ટ અધિકારીઓની આંખ ખોલવા હેમંત બારોટ પગે પડી ગયા અને સિંચાઈના પાણીની માંગ કરી હતી
ડભોઇ છત્રાલ માઇનોર કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની વીતી સેવાઈ રહી છે
ત્યારે સાઠોદ ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હેમંત બારોટ નર્મદા નિગમની કચેરી ખાતે અનેક વખત ફોન કર્યા બાદ યોગ્ય જવાબ ન મળતા રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ભ્રષ્ટ અધિકારીઓ પાસે યોગ્ય જવાબ ન મળતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અધિકારીના પગે પડી ગયા અને સિંચાઈના પાણી માટે માંગ કરી હતી
જ્યારે ડભોઇ તાલુકાના નર્મદા નિગમના કર્મચારીઓની આંખ ખુલ્લી નહીં તો આગામી સમયમાં જો પાણી ન મળે તો કલેક્ટર કચેરી ખાતે આત્મા વિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી
ખેડૂતોને પાક માટે સિંચાઈ પાણી મળતા નથી અને અધિકારીઓ એસી માં બેસી રહે છે
ના આરોપ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લગાવવામાં આવ્યા હતા