સંતરામપુરના ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં એકને આજીવન કેદ

ગુનાના અન્ય એક આરોપીને કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી
ઘરમાં શગીરાની હત્યા કરીને દાગીના તથા રોકડની લૂંટ કરી હતી
વર્ષ ૨૦૧૬ ના ઓક્ટોબર માસની 10 તારીખે સંતરામપુરના સત્યપ્રકાશ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ હીરાભાઈ સેલોતના ઘરમાં લૂંટ કરવાનું પૂર્વ આયોજિત ગુનાહિત ષડયંત્ર રચી રાહુલકુમાર દિપસિંગ વડેરા ઘરમાં પ્રવેશી શગીરા દીકરીને દુપટ્ટાથી ગળાના ભાગે ટૂંપો આપી.
હત્યા કરીને ઘરમાંથી દાગીના તથા રોકડ રકમની લૂંટ કરી હતી.
લૂંટના મુદ્દા માલ નો આરોપીઓ વિપુલભાઈ દશરથભાઈ પટેલ ચિરાગભાઈ નારાયણભાઈ મકવાણા તથા રાહુલભાઈ કિરીટભાઈ ગોહિલે ભાગ પાડીને મદદગારી કરી હતી.
લૂંટના મુદ્દા માલ માં ભાગ કાઢી લઈને વધેલા રૂપિયા આરોપી રાહુલ કુમાર દીપ સિંહ વડેરા ના બેંક ખાતામાં જમા કરાવી એકબીજાની મદદગારી કરી હોવાની હત્યા.
વિથ લુટ ની ફરિયાદ સંતરામપુર પોલીસ મથકે નોંધાઈ હતી .
જેમાં પોલીસે તપાસ હાથ ધરી તમામ આરોપીઓની અટકાયત કરેલ અને આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.
જે કેસ લુણાવાડા ની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કુલ 26 સાક્ષીઓ તથા 23 જેટલા દસ્તાવેજ પુરાવા.
ઉપરાંત સરકારી વકીલ સર્જન ડામોર ની દલીલોને ધ્યાનમાં લઇ સેશન્સ જજ એચ એ દવે એ રાહુલકુમાર દીપ સિંહ વડેરા તથા રાહુલભાઈ કિરીટભાઈ ગોહિલને તક શિરવાન ઠરાવી સજા ફરમાવેલ છે.
જ્યારે આરોપી ચિરાગભાઈ નારાયણભાઈ મકવાણા ચાલુ ટ્રાયલે એક ગુજરી ગયેલ તથા આરોપી વિપુલભાઈ દશરથભાઈ પટેલને શંકા નો લાભ આપી છોડી મૂકેલ છે.
સજા પામેલ આરોપીઓ પૈકી રાહુલ કુમાર દિપસિંગ વડેરા ને આજીવન કેદ તેમજ રૂપિયા 25 હજારનો દંડ તેમજ આરોપી રાહુલભાઈ કિરીટભાઈ ગોહિલને ૭ વર્ષની સાદી કેદ તેમજ રૂ.૧૦ હજારનો નો દંડનો હુકમ કર્યો છે