ગોધરામાં બ્લોકને કારણે દાહોદ આવતી 4 ટ્રેનો ત્રણ દિવસ રદ

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં બ્લોકને કારણે દાહોદ આવતી 4 ટ્રેનો ત્રણ દિવસ રદ

ગોધરામાં રેલવે વિભાગ દ્વારા કામગીરીને કારણે બ્લોક લેવામાં આવ્યો છે.

તેના કારણે દાહોદ આવતી ચાર ટ્રેનો 12મી તારીખ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે બે ટ્રેનો એવી હશે જેને અધવચ્ચેથી જ પાછી વાળી દેવામાં આવશે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં ટ્રેક અને પુલની કામગીરીને કારણે રેલવે વિભાગ દ્વારા પાવર બ્લોક લેવામાં આવ્યો છે.

આ કામગીરીને લીધે વિભાગને ચાર ટ્રેનો સંપૂર્ણ અને બે ટ્રેનો આંશિક રૂપે રદ કરવાની ફરજ પડી હતી.

સંપૂર્ણ રદ રહેનારી ટ્રેનોમાં 09350-69190 દાહોદ-આણંદ મેમુ,09317-69117 વડોદરા-દાહોદ મેમુ,09319-69119 વડોદરા-દાહોદ મેમુ અને 09320-69120 દાહોદ -વડોદરા મેમુ 12મી તારીખ સુધી રદ રહેશે.

19820 કોટા-વડોદરા પાર્સ ટ્રેને 11 ઓક્ટોબરે કોટાથી નીકળીને રતલામ સુધી જ આવશે.

આ ટ્રેન રતલામથી વડોદરા વચ્ચે રદ રહેશે. વડોદરાની ચાલતી 19819 વડોદરા-કોટા પાર્લસ 12 ઓક્ટોબરે વડોદરાથી રતલામ વચ્ચે રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp