મોરબી વાવડીરોડ પર કે.જી.એન પાર્કમા જશને ઈદે મિલ્લાદુન નબીની શાનમા બાર દિવસ સુધી વાયેઝ શરીફ ન્યાઝનુ આયોજન કરાયુ હતુ

જશને ઈદે મિલ્લાદુન નબીના ખુશીના તહેવારમા મુસ્લીમ વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠયા હતા
મોરબીમા હઝરત મોહંમદ પયગંબર સાહેબની જન્મ દિવસની ખુશીના તહેવાર એટલે કે જશને ઈદે મિલ્લાદુન નબીમા મોરબી વાવડીરોડ પર આવેલ કેજીએન પાર્ક સોસાયટીમા કે.જી.એન.વાયેઝ કમીટી દ્રારા બાર દિવસ સુધી વાયેઝ શરીફ અને ન્યાઝ શરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ
જેમા મોરબી જુમ્મા મસ્જીદના પેશ ઈમામ અબ્દુલ કાદીર બાપુએ બાર દિવસ સુધી હઝરત મોહંમદ પયગંબર સાહેબની શાનમા વાયેઝ શરીફ બયાન કર્યુ હતુ
આ વાયેઝ શરીફના કાર્યક્રમમા ટંકારા નજીક આવેલ હરબટીયાળી ગામના દારુલ ઉલુમ ફૈઝે જાહીયશાહ પીયા મદ્રેશામા ઉર્દુની તાલીમ લેતા ૬૫ બાળકોને મદ્રેશાના મોલાના અશકુર સિકંદરી તેમજ હાફિઝ આશીફ કોશર સાથે કાર્યક્રમમા હાજરી આપતા તમામને ફુલહારથી સન્માન કરી સ્વેટર આપવામા આવ્યા હતા
આ વાયેઝ શરીફના ભવ્ય કાર્યક્રમા ફિરદોશ મંડપ સર્વિસ ઈકબાલભાઈ કાસમભાઈ ચાનીયા- સોયબભાઈ ચાનીયા તેમજ અવેશ ખમીશાભાઈ માણેક દ્રારા પુરતો સાથ સહકાર આપવામા આવ્યો હતો
અને આ કાર્યક્રમા સોસાયટીની આજુબાજુના તમામ મુસ્લીમ બીરાદરોએ વાયેઝ નિયાઝ શરીફનો લાભ ઉઠાવ્યો હતો
તેમજ કેજીએન ગૃપના યુવાનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી
