સાવલીમાં બે સ્થળોએ રેલી અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે

સાવલીમાં ક્ષત્રિય સમાજ દ્વારા સાવલીમાં પ્રથમ વખત બે સ્થળોએ અલગ અલગ રેલી અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખેલ હોવાથી રેલી દરમિયાન ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.
જિલ્લા કલેકટરની સૂચનાથી તા. 5 ઓક્ટોબરે સવારે 8થી 11 સુધી સાવલીમાં ગિરધર નગર ચોકડીથી પોઈચા ચોકડી સુધી ડેસરથી પોઇચા ચોકડી સુધી પોઇચા બ્રીજથી સાવલી સુધી ભારદારી વાહનો માટે તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તા 5 ઓક્ટોબરે સાવલી ખાતે ભાટિયા મેદાન પોઇચા ચોકડી પાસે ધારાસભ્ય કેતન ઈનામદાર પ્રેરિત ક્ષત્રિય રાજપુત સમાજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ સવારે 10 વાગે રાખવામાં આવેલ છે.
તેઓની શોભાયાત્રા 8:30 વાગે સાવલી હાઇસ્કુલ સાવલી ખાતેથી નીકળીને પોઇચા ચોકડી ખાતે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસે ફુલહાર કરીને રાખવામાં આવી છે.
જ્યારે બીજી તરફ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની આગેવાનીમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરીને 10 વાગે રેલી નીકળીને મુવાલ ખાતે પહોંચીને ક્ષત્રિય સમાજ વાડી સ્થળે શસ્ત્ર પૂજન કરવામાં આવનાર છે.
ક્ષત્રિય સમાજ દ્વારા સાવલીમાં બે સ્થળોએ અલગ અલગ રેલી અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખેલ હોય
તેના ભાગરૂપે તંત્ર દ્વારા ભારદારી વાહનો ઉપર સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અત્રે અલખનીય છે કે સાવલી તાલુકાના ભાદરવા ગામે સાંજે 5 કલાકે અને ડેસર તાલુકામાં શિહોરા ખાતે સવારે 8:00 વાગે વર્ષોની પરંપરા મુજબ શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.