બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા શાળાના નોટિસ બોર્ડ ઉપર શિક્ષા કોષ્ટકો લગાવાશે

એસએસસી-એચએસસી માર્ચ-2023ની પરીક્ષા સંદર્ભે શાળાઓમાં શિક્ષા કોષ્ટક અંગે જાગૃતિ અપાશે.
બોર્ડ પરીક્ષામાં ગેરરિતિના કિસ્સાઓ અટકાવવા માટે વિદ્યાર્થીઓને સજાગ કરાશે.
શિક્ષા કોષ્ટકની માહિતી શાળાના નોટીસબોર્ડ પર લગાવવા માટે બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર એસએસસી અને એચએસસીની આગામી માર્ચ-2023ની પરીક્ષા ગેરરીતી વિહિન અને ભયમુક્ત વાતાવરણમાં લેવામાં આવે તેવું આગોતરું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે ગેરરીતી કેસ અંગે બનતા ગુનાઓ સામે લેવાના પગલાથી તમામ વિદ્યાર્થી અવગત બને અને જાગૃત માનસીક્તા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને
તે હેતુસર શાળાઓમાં શિક્ષા કોષ્ટકથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સૂચનાઓ બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
શિક્ષા કોષ્ટકની માહિતી શાળાના નોટીસબોર્ડ પર લગાડવાની, પ્રાર્થના સભામાં શિક્ષા કોષ્ટકનું વાંચન કરવામાં આવે,
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા વાખ્યાન યોજવામાં આવે તેમજ પરીક્ષામાં પ્રામાણિક્તા અંગેના વિષયો લઈ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવે,
શાળા કક્ષાએ યોજાતી પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષાની કાર્યપદ્ધતિ અપનાવવાથી વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષાની કાર્યપદ્ધતિની તાલીમ મેળવે
તે માટે પ્રથમ દ્વિતીય પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવી પદ્ધતિ અપનાવીને આગામી બોર્ડની સત્રાંત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે,
બોર્ડની પરીક્ષામાં ઉમેદવાર વર્ગખંડમાં મોબાઇલ અથવા સ્માર્ટ ઘડીયાળ,
કેમેરાવાળું કેલ્ક્યુલેટર સાયન્ટીફીક કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક યંત્ર વગેરે પોતાની સાથે રાખે તો જે તે વર્ષનું પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ થશે
તેમજ ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી,
તેમજ તેની સામે પોલીસ કેસ નોંધવામાં આવે છે.
આ કલમ બાબતે ખાસ જાગૃતિ કેળવવાની સૂચના આપવામાં આવી છે.
જાગૃતિ આપી વિદ્યાર્થીઓ ગેરરીતી રહીત વાતાવરણમાં પૂર્વ તૈયારી સાથે પરીક્ષા આપે તેવું વાતાવરણ સર્જવા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બોર્ડે સૂચના આપી છે.
પરીક્ષામાં ગેરરીતિ બદલ 33 પ્રકારના ગુના સામે વિદ્યાર્થીઓની સજા નક્કી કરાઇ છે
બોર્ડે કુલ 33 પ્રકારની સજા નક્કી કરેલી છે.
જેમાં વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મૌખિક સંદેશાથી લઇને સાહિત્ય, ઉત્તરવહી ફાડી નાખે, લાલચ આપતું લખાણ કરે અને પોતાનું સરનામું લખે,
ચલણી નોટ જોડી હોય, સીસીટીવી ફૂટેજમાં કોઇ ગેરરિતિ નજરે આવે,
મોબાઇલ કે ઇલેકટ્રીક ગેઝેટ સાથે પકડાય તેવા કિસ્સાઓમાં પરિણામ રદ થવાથી લઇને પોલીસ ફરીયાદ સુધીની સજાની જોગવાઇ છે.