મોરબી માં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રીમા તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી તેમજ પાટીદાર નવરાત્રી મહોત્સ્વમા મહીલાઓ માટે ફ્રી એન્ટ્રીમા ગરબાની રમઝટ બોલાવી હતી
દેશભકત અજય લોરીયાએ શહિદ પરીવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સ્વમા શહિદ પરીવારોને સહાય આપી હતી તેમજ દિવયાંગ બાળકોને બસની ભેટ અર્પણ કરી હતી
મોરબી માં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા 14 વર્ષથી
માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે
ત્યારે મોરબીમા દેશભકત અજય લોરીયા દ્રારા શહિદ પરીવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સ્વનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ
જેમા ગાયક કલાકાર હિમેશ રેશમીયા તેમજ યુટયુબ ફેમસ ખજુર સહિતનાએ હાજરી આપી મોરબીવાસીઓના દિદ ડોલાવ્યા હતા
તેમજ અજય લોરીયાના હસ્તે શહિદ પરીવારોને ચેક અર્પણ કરી સન્માન કરાયુ હતુ
અને દિવયાંગ બાળકોને બસની ભેટ અર્પણ કરી નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો
હાલ દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણપ્રીય સુર અને સંગીતના સથવારે મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.
દરરોજ રાત પડેને દિવસ ઉગે તો યુવાનો માટે માહોલ સર્જાય છે
આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને નામાંકિત કલાકારોના ગીત સંગીતના કર્ણપ્રિય તાલે મોટી સંખ્યા યુવક યુવતીઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, હવે નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણોમાં પહોંચ્યો છે.
છતાં ખૈલૈયાઓમાં જરાય થાકનો અણસાર દેખાતો નથી. એટલો ઉત્સાહ છે.
દરેક સમાજની નાની મોટી દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીહોવાથી સોરષ્ટના પ્રખ્યાત કલાકારોના કર્ણપ્રિય સુર સંગીતના તાલે મોટી સંખ્યામાં બહેનો દરરોજ મુક્તપણે વાતાવરણમાં મન મુકીને રાસ ગરબે ઝૂમી રહી છે.
દેવેનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે, દરેક કાર્યમાં બીજાને ખરા દિલથી ખુશી આપીને પોતે ખુશી અનુભવી.
મા આદ્યશક્તિ ભક્તિના આ શુભ કાર્યમાં જે સમાજથી ઉપેક્ષા એવા યંગ ઇન્ડિયા ગ્રુપથી સમાજ જાગૃતિથી દેશભાવના મજબૂત બનાવવા માટે અવિરતપણે થતા તમામ સારા કાર્યોને બિરદાવી સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ દરેક મહાનુભાવોનું યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને મોરબી અપડેટના સુપ્રિમો દિલીપભાઈ બરાસરાએ સન્માન કર્યું હતું.