36મા નેશનલ ગેમ્સમાં પંચમહાલે તિરંદાજીમાં 2 મેડલ પ્રાપ્ત કર્યા

અમદાવાદ ખાતે 36મા નેશનલ ગેમ્સનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્વ મોદીઅે તા.29 સપ્ટે.ના રોજ કરાવ્યો હતો.
ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય રમતોત્સવમાં કુલ 36 રાજયોના 7000થી વધુ ખેલાડીઓઅે વિવિધ રમતોમાં ભાગ લીધો છે.
જેમાં અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધાઓ, રાજકોટમાં 3 સ્થળે 2 સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાઇ રહી છે.
પંચમહાલ જિલ્લા રમત વિકાસ અધિકારી તથા અાર્ચરી કોચ પ્રતાપભાઇ પસાયાઅે જણાવ્યુ હતુ કે પંચમહાલમાંથી તિરંદાજીની સ્પર્ધામાં 4 ખેલાડીઅો બારીઆ પ્રેમીલાબેન, રાઠવા અમિતાબેન, રાઠવા છગનભાઈ, રાઠવા સર્જનભાઇ ઉત્સાહભેર જોડાયા છે.
જેમા ઇન્ડીયન રાઉન્ડમાં પંચમહાલની રાઠવા અમિતાના નેતૃત્વમાં અન્ય બે ખેલાડીઅો સાથે 3 ખેલાડીઅોઅે ટીમ ઇવેન્ટમાં અન્ય રાજ્યોની 16 ટીમો સામે સ્પર્ધામાં જીત મેળવી અંતમાં ઝારખંડની ટીમ સામે 5 પોઇન્ટની લીડ મેળવી બ્રોન્ઝ મેડલ મેળવતા અમિતાના નેતૃત્વઅે પંચમહાલનું નામ રોશન કર્યુ છે.
અમિતા રાઠવાઅે તિરંદાજીની સ્પર્ધામાં અલગ અલગ રાજ્યના 32 ખેલાડીઅો સામે વિજય મેળવી મણીપુર સાથે ટાઇ થતા ફાઇનલમાં સીલ્વર મેડલ મેળવી રાજ્ય સાથે પંચમહાલનું નામ રોશન કર્યુ છે.
અમિતા રાઠવાઅે તિરંદાજીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડળ મળવવા બદલ કલેક્ટર સુજલ માયાત્રા, રમત વિકાસ અધિકારી પ્રતાપભાઇ પસાયા અભિનંદન પાઠવ્યા છે.