‘જો તું જતી નહી રહે તો જાનથી મારી નાખીશું’ પરિણીતાને ધમકી આપી કાઢી મુકતા સાસરિયા સામે ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆની યુવતીના લગ્ન પંચમહાલના ગોધરા મુકામે થયા હતા.
આ પરિણીતાને તેના પતિ તથા સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરિણીતા પોતાના પિયરમાં આવી પહોંચી હતી
અને પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
શરૂઆતમાં સાસરીયાઓ સારુ રાખતા હતા
હાલ પોતાના પિયર દેવગઢ બારીઆ નગરના વાકલેશ્વર રોડ, કાજીની વાડી ખાતે રહેતાં પરિણીતા આશીયાબાનુ મોઈનખાન મહમદ સહીદખાન પઠાણના લગ્ન પંચમહાલ જિલ્લાના ગોધરામાં કડીયાવાડ ખાતે રહેતાં મોઈનખાન મહમદ સહીદખાન પઠાણ સાથે થયાં હતાં.
લગ્નના થોડા સમય સુધી આશીયાબાનુંને પતિ તથા સાસરીયાઓ દ્વારા સારૂ રાખ્યા બાદ પતિ તથા સાસરીયાઓનું પોત પ્રકાશ્યું હતું .
સાસરીયાઓએ કાઢી મુકવા ત્રાસ ગુજાર્યો
પતિ મોઈનખાન તેમજ સાસરીપક્ષના રૂકશાનાબાનુ મહમદ સહીદખાન પઠાણ અને તનજીમબાનુ મહમદ સહીદખાન પઠાણ દ્વારા પરિણીતાને મહેણા ટોણાં મારતા હતા.
ઝઘડો તકરાર કરી ગાળો બોલી કહેતા હતાં કે, તું તારા બાપાના ઘરે જતી રહે,
અમારે તને રાખવી નથી.
મારી નાખવાની ધમકીઓ આપી તગેડી મુકી
‘જાે તું અમારા ઘરેથી નહીં નીકળે તો તને જાનથી મારી નાંખીશુ’,
તેવી ધમકીઓ આપી, શારિરીક અને માનસFક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.
પરિણીતા પોતાના પિયર દેવગઢ બારીઆ મુકામે આવી પહોંચી હતી
અને પોતાના પતિ તથા સાસરી પક્ષના લોકો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.