અરવલ્લી : રાજેશ્વરી મહાકાળી માતાજીના મંદિરે હોમ હવન માં માનવ મહેરામણ ઉમટ્યુ..

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે આસો સુદ આઠમ ના દિવસે માં રાજ રાજેશ્વરી મહાકાળી માતાજીના મંદિરે હોમ હવન માં માનવ મહેરામણ ઉમટ્યા
અને દૂર દૂર થી માય ભક્તો માતાજીનો ગરબો લઈ માતાજીના હોમહવન માં જોડાઈ દર્શન નો લાભ લેવા લાંબી લાઈનો જોવા મળી હતી
અને ફુટા ગામે દર વર્ષ ની જેમ આ આસો સુદ આઠમ ના દિવસે લોકો દર્શન નો લાભ લઇ મેળા ની મોજ માણી હતી
પોલીસ અને ગામલોકો દ્વારા વિશેષ વ્યવસ્થા ઓ કરાઈ
હજારો ભક્તો એ માં રાજરાજેશ્વરી મહાકાળી માં ના મંદિરે શીશ નમાવી દર્શન નો લાભ લીધો હતો
તેમજ
હરસો ઉલ્લાસ ભેર અસોસુંદ આઠમ ની ઉજવણી કરી મેળા ની મોજ સાથે લોકો ઝુમી ઉઠ્યા હતા