નવસારી જિલ્લામાં બે અલગ બનાવમાં 2 યુવકે જીવન ટુંકાવ્યું

નવસારીમાં બે આપઘાતની ઘટના નોંધાઈ હતી, જેમાં એક ઘટનામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા અને બીજી ઘટનામાં ટીબીની બિમારીથી પીડિત થતા યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
નવસારીના બોરીયાચ ગામ પાસે રહેતા મુકુંદ અમથાભાઈ હળપતિએ પોલીસમાં જાણ કરી કે તેમના ભાઈ કમલેશ અમથાભાઈ હળપતિ (ઉ.વ. 35)ને એક માસથી ટીબીની બિમારી હતી.
જેને લઈ હતાશામાં આવી જતા કમલેશ હળપતિએ મહોલ્લામાં રહેતા શોભનાબેનના કોઢારમાં લાકડાની ખાભલી પર સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની અહેકો નયન હનુભા તપાસ કરી રહ્યાં છે.
બીજી ઘટનામાં વિજલપોરના ક્રિશ્ના એપાર્ટમેન્ટમાં રહેતી લક્ષ્મીબેને ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના પતિ મુથ્થુપડી કાશી થેવર (ઉ.વ. 36)ને દારૂ પીવાની ટેવવાળો હોય તેને દારૂ પીવાની ના પાડી હતી.
જેને લઈ ખોટું લાગતા મુથ્થુપડીએ પોતાના ઘરમાં સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની એએસઆઈ મેહુલભાઈ બચુભાઇ તપાસ કરી રહ્યાં છે.
નવસારીમાં બે અલગ અલગ આપઘાતની ઘટનામાં બંને યુવાનોએ હતાશામાં પગલું ભર્યુ હોવાની પોલીસે જણાવ્યું હતું.