ડાકોરની વૃંદાવન વિલા સોસાયટીમાં લોકો ગરબે ઘૂમ્યા, 351 દિવાની આરતી કરી માતાજીની આરાધના કરી

પાંચમા નોરતે ‘મા જગદંબા’ની ભક્તિમા માઈ ભક્તો લીન્ન બન્યા છે. યાત્રાધામ ડાકોરમાં ઉમરેઠ રોડ પર આવેલ વૃદાવન વિલા સોસાયટીમાં પારંપરિક ગરબાની રમઝટ જામી છે.
આ સાથે 351 દિવાની મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી.
નવરાત્રી કે નવચંડી કે માતાજીના ધાર્મિક કાર્યક્રમોમા વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે
ડાકોર ખાતે આવેલ વૃંદાવન વિલા સોસાયટી નવલી નવરાત્રીમા “માં અંબેની” આરાધનામા લીન થઈ છે.
અહીયા દરરોજ આરતી, સ્તૃતિ અને ગરબાની રમઝટ જામે છે. ત્યારે લીંગડા ગામન કમલેશ પટેલ નામના ભાવિક ભકતે 351 દિવાની મહાઆરતી રજૂ કરી ‘મા અંબા’ના ચરણોમાં અર્પણ કરી છે.
તેઓ જણાવે છે કે છેલ્લા અઢાર વર્ષ પહેલાં 51 દિવાથી માથે લઈ શરૂઆત કરી હતી
અને આજે 351 દિવાની આરતી માથે ખભાના ભાગે એક લોખંડની બનાવેલી એગલ મારફતે દીપ પ્રાગટાવી આરતી ઉતારી રહ્યા છે.
તેઓ પોતાની આ સેવા નવરાત્રી કે નવચંડી કે માતાજીના ધાર્મિક કાર્યક્રમોમા વિનામૂલ્યે આપી રહ્યા છે.
આણંદ, નડિયાદ, બોરસદ, ચોટીલા, બગદાણા વિગેરે સ્થળોએ આરતી ઉતારી માઈ ભક્તોને ઓતપ્રોત કર્યા
માતાજીમા અતૂટ શ્રદ્ધા ધરાવતા કમલેશભાઈએ નડિયાદ પાસે આવેલ મરિડા મેલડી માતાજી મંદિરના પૂજારી અને પ્રણેતા પૂ.રાજભાના આશિર્વાદથી આ કાર્ય 18 વર્ષ પહેલાં શરૂ કર્યુ હતુ
અને આજે તે અવિરત કામ કરી રહ્યા છે.
આ અગાઉ પણ તેઓએ આણંદ, નડિયાદ, બોરસદ, ચોટીલા, બગદાણા વિગેરે સ્થળોએ આરતી ઉતારી માઈ ભક્તોને હોતપ્રોત કર્યા છે