લુણાવાડામાં ‘કોલેજનો પ્રેમ’ વિષય પર સેમિનાર યોજાયો હતો; જેમાં વિદ્યાર્થીઓેને પોતાના લક્ષ્ય પર ફોકસ કરવા માર્ગદર્શન અપાયું

અત્યારે ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે અને સહુ કોઈ વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશી ગયા છીંએ.
ત્યારે આજનો યુવા વર્ગ ખાસ કરીને કોલેજના વિધાર્થીઓના મતે પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે.
ત્યારે મહિસાગરના સામાજિક કાર્યકર સોનલબેન પંડયા કે જેઓ હંમેશા મહિલાઓ માટે અને દિકરીઓ માટે જાગૃતિકરણના સેમિનાર કરી રહ્યાં છે.
જેમના દ્વારા કોલેજના પ્રેમના અનુંસંધાનમાં યુવાવર્ગ સાથે આજે લુણાવાડા ખાતે આવેલ પી.એન. પંડયા કોલેજમાં સેમિનાર યોજી વિધાર્થીઓ સાથે સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો.
આજનો યુવા વર્ગ ફિલ્મો જોઈને ફિલ્મી સ્ટારની ઢબે પ્રેમ કરી પછી બ્રેકઅપ, એકતરફી પ્રેમનું દેખા-દેખીમાં અનુકરણ કરે છે.
ત્યારે લક્ષ અને ગોલ સેટ કરો તમારો કિંમતી અમૂલ્ય સમય વેડફશો નહીં તે માટે અને ટેકનોલોજીનો વિવેક પૂર્ણ ઉપયોગ કરો જો વિવેક ચુકી જશો તો તે શ્રાપ રૂપ છે.
તેવા સૂચન પણ અહીંયા વિધાર્થીઓને તેઓ દ્વારા આપવામાં આવ્યા હતા.
તો બીજી બાજુ આજ કાલ દિકરીઓ માટે બની રહેલી કેટલીક ઘટનાઓ અને વધતા જતા કિસ્સાઓથી તેમને અવગત પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર જે. પી. ચૌધરી, દીપિકાબેન અને અન્ય પ્રોફેસરગણ પર હાજર રહ્યા હતા.