ગોધરામાં ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યક્રતાઓએ જનતા વચ્ચે જઇ પત્રીકા વિતરણ કરી

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે વિકાસ સિવાય અન્ય કોઈ મુદ્દાઓ નથી.
ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાની પડતી વર્તમાન મુશ્કેલીઓ મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દા દૂર કરવાના વચનોને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે.
કોંગ્રેસ ચૂંટણીનું બ્યુગલ ફૂક્યું હોય તેમ આજરોજ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગોધરા શહેરમાં આવેલ જુહુરપુરા શાકમાર્કેટમાં લોક સંપર્ક કરી પત્રિકાનું વિતરણ કર્યું હતું.
જેમાં અગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આરોગ્ય શિક્ષણ અને રોજગારી મોઘવારી જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપી કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા 8 વચનોની લ્હાણી કરવામાં આવી હતી.
જેમાં વિનામૂલ્ય આરોગ્ય સેવા ખેડૂતોનું દેવું માફ વીજળી બિલ માફ યુવાનોને સરકારી નોકરીઓમાં ભરતી બેરોજગારી ભથ્થું 500 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં સ્થાપવા અઘતન હોસ્પિટલ બનાવવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો સહિતના વચનો સાથે પત્રિકાનું વહેંચણી કરવામાં આવી હતી.