કલોલ સોપાન 2માં ચોથા નોરતે ખેલૈયા ટ્રેડિશનલ કપડા સાથે અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમ્યા
કલોલ શોપાન 2માં છેલ્લા કેટલાય સમયથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.
જેમાં ખેલૈયા ટ્રેડિશનલ કપડા સાથે તેમજ અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમતા હોય છે.
છેલ્લા બે વર્ષથી કોઈ નવરાત્રિ જેવું આયોજન કરવામાં આવ્યું ન હતું,
માટે ખેલૈયાઓ બે વર્ષની બાકી નવરાત્રિ આજે ચોથા નોરતે ઉજવી હોય એવા ઉત્સાહભેર મન મૂકીને જૂમી ઉઠ્યા હતા.
માઁ જગદંબા નાની બાળાઓના સ્વરૂપમાં ગરબે રમવા આવ્યાં
નાના નાના ભૂલકાઓ તેમજ ભાઈઓ તેમજ બહેનો અવનવા સ્ટેપ સાથે નવરાત્રીના ચોથા નોરતે ગરબા ના તાલ સાથે તાલ મિલાવીને જુમી ઉઠ્યા હતા.
મુખ્યત્વે નાના નાના બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જેમાં નાની નાની બાળાઓ ટ્રેડિશનલમાં માઁ જગદંબાના સ્વરૂપમાં ગરબે રમવા આવી હોય એવા દ્રશ્ય પણ સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે સોપાન 2માં આયોજન બધ્ધ તેમજ વ્યવસ્થાના ભાગરૂપે ખેલૈયા માટે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.