નગરોના ગ્રાઉન્ડ પર અને ગામડાની શેરીઓમાં જામતી ગરબાની રંગત

નવલી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આણંદ અને નડિયાદ શહેરના ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા ગ્રાઉન્ડમાં ઉતરી રહ્યા છે.
નવરાત્રીના બે દિવસ પુર્ણ થઈ ચુક્યા છે.
ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શહેરના જુદા જુદા ગરબા સ્થળો પર રાત્રે 10 વાગ્યે આરતી બાદ ગરબાની શરૂઆત થાય છે.
પ્રાચીન-અર્વાચીન ગરબા
આણંદ-ખેડા જિલ્લાનું યુવાધન ગરબે ઘૂમવા માટે નવ વાગ્યાથી તૈયારીઓ કરે છે.
અને રાત્રિના 11 વાગ્યે સજીધજીને મેદાનમાં ડીજેના તાલે ના સૂરે ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાજીની આરાધના સાથે આનંદ માણી રહ્યા છે.