સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જોઇને આરોગ્ય અગ્ર સચિવ લાલઘૂમ

પ્રતીકાત્મક તસવીર:સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જોઇને આરોગ્ય અગ્ર સચિવ લાલઘૂમ

સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જોઇને આરોગ્ય અગ્ર સચિવ લાલઘૂમ

 

પ્રતીકાત્મક તસવીર:સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જોઇને આરોગ્ય અગ્ર સચિવ લાલઘૂમ
પ્રતીકાત્મક તસવીર:સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જોઇને આરોગ્ય અગ્ર સચિવ લાલઘૂમ

 

સિવિલ હોસ્પિટલમાં નવીન હોસ્પિટલના મકાનાના ખાતમુર્હુતમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે.

જેને પગલે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કચરાના ઢગલાં જોઇને અારોગ્ય અગ્ર સચિવે લાલઘૂમ થયા હતા.

ઉપરાંત તાત્કાલિક અસરથી કચરાના ઢગલાને સાફ કરવાની સુચના આપવામાં આવી હતી.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્પિટલના કેમ્પસમાં નવીન ત્રણ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે.

જેમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, ક્રિટીકલ કેર સેન્ટર અને દર્દીઓના સગાઓને રાત્રી રોકાણ માટે રેનબસેરા બનાવવામાં આવનાર છે.

આ ત્રણ બિલ્ડીંગના િનર્માણની પ્રથમ ઇંટ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે મુકવામાં આવનાર છે.

જેને પગલે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ઉપરાંત ખાતમુર્હુતવાળી જગ્યાનો અભ્યાસ કર્યો હતો.

ઉપરાંત શું શું અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું તેની માહિતી મેળવી હતી.

ત્યારબાદ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે તે સ્થળની મુલાકાત કરી હતી.

પરંતુ ત્યાં કચરા પેટીઓના ઢગલા જોઇને જ દુરથી નિહાળીને જરૂરી માહિતી મેળવી હતી.

જોકે કચરાથી છલકાતી દસેક જેટલી પેટીઓ ઉપરાંત અન્ય ચારથી પાંચ જેટલી કચરા પેટીઓ ભરાય તેટલો કચરો જોઇને આરોગ્ય અગ્ર સચિવ લાલઘૂમ થયા હતા.

હોસ્પિટલમાં આટલો બધો કચરો કેમ એકત્રિત થયો છે.

તાત્કાલિક અસરથી કચરાના નિકાલની સુચના આપી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp