રાધનપુરમાં છાત્રાલયના રસોઈયાની પત્ની પર ચાર શખ્સોએ હુમલો કર્યો

રાધનપુર શહેરમાં એસટી સ્ટેન્ડથી ભાભર ત્રણ રસ્તા જવાના માર્ગ ઉપર આવેલ સંસ્કૃતિ મંદિર છાત્રાલયમાં રસોયા તરીકે ફરજ બજાવતા અશોક શ્રીમાળી કામ અર્થે બહાર ગયા હતા.
સમય દરમ્યાન તેમના પત્નિ ઉપર ગૃહપતિ, ચોકીદાર અને બે મહિલાઓએ હુમલો કરીને માર મારતાં રસોયાની પત્નિએ ચારેય જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સંસ્કૃતિ મંદિર છાત્રાલયના રસોયા અશોકભાઈ શ્રીમાળી કામ અર્થે બહારગામ ગયા હતા.
મને રસોઈમાં મદદ કરતી પત્નિ મીનાબેન રસોઈ કરી રહ્યા હતા.
એ સમય દરમ્યાન એક વિદ્યાર્થીએ મીનાબેન પાસે નાસ્તો માંગ્યો હતો,
ત્યારે મીનાબેને કહ્યું કે ગૃહપતિ કહેશે ત્યારે નાસ્તો મળશે. એ જ સમયે ગૃહપતિ દિલીપ ગાંડાભાઈ તૂરી આવેલા અને મીનાબેનને કહેલ કે નાસ્તો ના બનાવવો હોય તો બહાર નીકળી જાઓ.
બોલાચાલી બાદ ગૃહપતિએ મારવાનું શરુ કર્યુ હતું. ચોકીદાર કીર્તિભાઇ પણ આવી ગયા હતા
અને મીનાબેનને ધોકાથી માર મારવા લાગ્યા હતા.
ચોકીદારના પત્નિ કંચનબેન અને ગૃહપતિના પત્નિ લક્ષ્મીબેન પણ આવી ગયા હતા
અને મીનાબેનને વાળ પકડીને નીચે પાડીને ગડદાપાટુનો માર માર્યો હતો અને ગળું દબાવીને નોકરી ઉપરથી કાઢી મુકવાની ધમકીઓ આપી હતી.
મીનાબેનના પુત્ર અને પુત્રીએ આવીને છોડાવ્યા હતા. જેમાં બંને બાળકોને બેઠો માર વાગ્યો હતો.
મીનાબેને છાત્રાલયના ગૃહપતિ દિલીપભાઈ ગાંડાભાઈ તૂરી, ચોકીદાર કીર્તિભાઇ, કંચનબેન કીર્તિભાઇ અને લક્ષ્મીબેન દિલીપભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.