પાટણ નગરદેવી કાલીકા માતાજીના મંદિરે નયનરમ્ય ફુલોની આંગી કરવામાં આવી, શુભમુહૂર્તમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી

ઐતિહાસિક પાટણ નગરના પ્રાચીન નગરદેવી શ્રી કાલીકા માતાના મંદિરમાં આદ્યશકિતના મહાપર્વ નવરાત્રીનો ધર્મમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
11મી સદીમાં સોલંકી વંશના રાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
જ્યાં કિલ્લામાંથી માતાજીનું સ્વયંભુ સ્વરુપ પ્રગટ થયુ હતું. તેથી જ શ્રદ્ધાળુંઓ માટે કાલીકા માતાનું સ્થાનક પૂજનીય માનવામાં આવે છે.
પ્રાચીન નગરદેવીના સ્થાનકે ચૈત્રી અને શારદીય નવરાત્રીમાં માઁ કાલીકાને અમૂલ્ય સાજ શણગાર કરવામાં આવે છે.
આજે આસો સુદ એકમથી નવરાત્રીનો શુભારંભ થયો છે .
શુભ મુર્હુતમાંનગરદેવી કાલિકા માતાજી મંદિર માં મંત્રોચ્ચાર સાથે મંદિર માં પુજારી દ્વારા ઘટસ્થાપન ની વિધિ કરવામાં આવી હતી.
નવરાત્રી પર્વ નિમિત્તે કાલીકા મૈયાને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારી નયનરમ્ય આંગી કરાઈ હતી.
તેમજ માતાજીને હીરાજડીત અમૂલ્ય આભૂષણોથી શણગારી તેમના મનોરથનાં દર્શન ભકતો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભદ્રકાળી મૈયા તેમજ ક્ષેમકરી માતાના સ્થાનકને પણ વિશેષ ફૂલોની આંગી અને આભુષણોથી સુશોભિત કરવામાં આવી હતી.
તો પ્રથમ નોરતાના દિવસે મા કાલીકાની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી.
જયાં ભાવિક ભકતોએ આરતી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પર્વમાં મૈયાને નીતનવા શણગારથી સુશોભીત કરવા દરરોજ નવીન ભાતીગળ સાડીઓ ધરાવાશે
તાજેતરમાં તૈયાર કરાયેલા અવનવા રંગો અને વિવિધ ઘાટ વાળા આભૂષણોથી શ્રી માતાજીને અલંકૃત કરાશે.
દરરોજ વિવિધ વાહનો ઉપર સવારી કરાશે.
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડથી ખરીદ કરાયેલા વિવિધ રંગના રેશમી ફૂલોથી શૃંગાર, તેમજ કલકત્તા, મુંબઈ અને બેંગ્લોરથી આવતા તાજા ફૂલોના હારથી માતાજીની આંગીની રચના કરાશે.તો નવીન કાલિકા માતાજી મંદિરે પણ કાલિકા માતાજી નું પૂજન અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી.