પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

ફુલો અને વિવિધ સુગંધીત દ્રવ્યો વગર કોઈપણ ઈશ્વરની પૂજા અર્ચના અને આરાધના પૂર્ણ થતી નથી
ત્યારે નવરાત્રી પર્વને લઈ પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધતા વિવિધ પ્રકારના ફુલહારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સામાન્ય દિવસોમાં ચમેલી, પારસ, અને ગલગોટાના હાર 15 થી 20 રૂપિયામાં વેચાતા હતા
જેના ભાવ હાલમાં 50 થી 60 રૂપિયા બોલાઈ રહયા છે…
તો બીજી તરફ શ્રાવણ માસમાં ગુલાબના ભાવ 200 રૂપિયા હતા જે વધીને 300 થી 400 રૂપિયા થઈ ગયા છે…
તો ચમેલી અને મોગરાના હારમાં અતિશય ભાવવધારો જોવા મળી રહયો છે
જે સામાન્ય દિવસોમાં માત્ર 10થી20રૂપિયાના ભાવે વેચાતા હતા જે હાલમાં 80થી 100 રૂપિયાના ભાવે વેચાતા જોવા મળી રહયા છે.
આમ પાટણ શહેરમાં નવરાત્રીથી દિવાળી સુધીના દિવસોમાં ફુલબજારના ભાવોમાં તેજી જોવા મળશે…તેવુ વેપારીઓ દ્વારા જાણવા મળ્યુ છે.