પાવાગઢમાં આસો નોરતા પૂર્વે જ 2 લાખ ભક્તો ઉમટ્યાં : ટીંબીનો માર્ગ બંધ કર્યો

પાવાગઢ માં કોરોના બાદ સોમવાર થી શરૂ થતી આસો નવરાત્રી ના પુર્વે બે લાખ ઉપરાંત યાત્રાળુ ઉમટી પડયા હતાં.
રવિવારે બપોર બાદ પાવાગઢ તરફ જતો રોડ ટીંબી પાસે બંધ કર્યો હતો.
અને બાયપાસ રોડ પર ડાયવર્ઝન આપ્યુ હતું. જયારે માંચી ખાતે યાત્રાળુઓનો ભારે ભરાવો થઇ જતા માંચી ત્રણ રસ્તા પાસે બેરીકેટ મૂકી ઉપર જતા વાહનો પર પોલીસ ને રોક લગાવાની ફરજ પડી હતી.
આવતીકાલે આસો નવરાત્રીના પહેલા દિવસ થી જ લાખોની સંખ્યા માં યાત્રાળુઓની શકતાને લઇને વહીવટી અને પોલીસ તંત્ર એ સુચારુ આયોજન કર્યું છે.
ડીએસપી હિમાંશુ સોલંકી ના સુપરવીઝન હેઠળ 2 DYSP, 7 PI ,30 PSI, 400 પોલીસ, 350 હોમગાર્ડ જીઆરડી સહિત 789 પોલીસ ખડે પગે ફરજ બજાવશે.
માચી સુધીના રોડ પર દબાણો ખડકાયાં
પાવાગઢ યાત્રાધામમાં આવતા પગપાળા યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે હાલોલ જ્યોતિ સર્કલથી માચી સુધી બનેલ રોડની ડાબી બાજુ ફૂટપાથ બનાવી રેલિંગ લગાવાઇ છે
પણ તંત્રની રહેમ નજર હેઠળ ફૂટપાથ પર લોકોએ દબાણો કરી દેતા પગપાળા આવતા જતા યાત્રાળુઓને મજબૂરીમાં મુખ્ય રોડ પર ચાલવાની ફરજ પડતા અકસ્માત સર્જાય છે.
રોપ-વે 4 વાગે શરૂ થશે
પાવાગઢમાં કલેકટરના જાહેરનામાંને લઈ યાત્રાળુઓ ની સુવિધા માટે રવિવાર રાત ના બાર વાગ્યા થી 50 એસટી બસો અવિરત દોડશે.
માચી થી ડુંગર પર જવા રોપવે સેવા સવારે ચાર કલાકે શરૂ થઈ જશે.
પાર્કિંગની સુવિધા કરાઇ
ખાનગી વાહનોના પાર્કિગ માટે પાવાગઢ ના પીઠા ફળીયા,પંચાયત પાર્કિંગ, સેવક ફાર્મ વ્યવસ્થા કરી છે.
જરૂર પડે વડાતળાવ પંચ મહોત્સવ મેદાન માં પણ પાર્કિંગ ની વ્યવસ્થા કરાશે નું PSI જાડેજા એ જણાવ્યું છે.