ગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા આરોગ્યકર્મીઓની ઘરમાં જ ભૂખ હડતાળ

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સહિતના આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસે ફોજદારી કરવાનું શસ્ત્ર ઉગામતા આંદોલનકારીઓએ આંદોલન કરવાની નવી તરકીબ શોધી કાઢી છે.
આરોગ્ય કર્મચારીઓએ આંદોલન સામે પોલીસની કડકાઇને ધ્યાનમાં રાખીને ઘરબેઠા આંદોલન કરવાનું નક્કી કર્યું છે.
આરોગ્ય કર્મચારીઓએ હડતાળ યથાવત રાખીને ઘરે ભૂખ હડતાળ ચાલુ કરી છે
અને કામનો બહિષ્કાર કર્યો છે
પોલીસ કેસનું શસ્ત્ર ઉગામતા આંદોલનનો રૂખ બદલાઇ
આરોગ્ય કર્મચારીઓને કેટલીય બેઠકો થઇ ગયા પછી છેવટે કર્મચારીઓએ હડતાળ યથાવત રાખતા પોલીસે કડાઇ દાખવવાનું શરૂ કર્યુ છે.
રાજ્યભરમાંથી આવતા આરોગ્ય કર્મચારીઓએ આંદોલનને કારણે ગાંધીનગરમાં જ રહેવાનું શરૂ કરી દીધું હતુ,
પણ સરકારની કડકાઇ વધતા આરોગ્ય કર્મચારીઓ તેમના ઘરે પહોંચી ગયા છે.
પોલીસે આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસ કેસનું શસ્ત્ર ઉગામતા આંદોલનનો રૂખ બદલાઇ ગયો છે.
કર્મચારીઓએ ઘરબેઠા ભૂખ હડતાળ
રાજ્યના 16 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓએ ઘરબેઠા ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.
કર્મચારીઓના કહ્યા પ્રમાણે આગામી બુધવારે તેમની ફાઇનલ મીટિંગ આરોગ્ય મંત્રી સાથે છે. અગાઉ શનિવારે બેઠક થઇ ગઇ હતી.
આ પછી રવિવારે પણ બેઠક હતી. હવે છેલ્લી બેઠક બુધવારે થાય તેવી શકયતા છે.
આ બેઠક પછી ખ્યાલ આવશે કે તેમના કેટલા પ્રશ્નો ઉકેલાયા અને કેટલા પેન્ડિંગ રહ્યા છે.