વડોદરાના દરેક ગરબા ગ્રાઉન્ડમાં મહિલા પોલીસકર્મીઓ સાદાવેશમાં તૈનાત રહેશે, ટપોરીઓને ઝડપી લેશે

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે વડોદરા પોલીસની મહિલા પોલીસકર્મીઓ સાદાવેશમાં દરેક ગરબા મેદાનમાં હાજર રહેશે
અને કોઇ તેમની છેડતી કરવાનો પ્રયાસ પણ કરે તો તેમને ઝડપી લેશે.
અસામાજી કતત્વો પર બાજનજર
કોરોનાકાળના બે વર્ષ બાદ વડોદરામાં ધામધૂમથી ગરબા આયોજીત થઇ રહ્યા છે,
ત્યારે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષાને લઇને પણ વડોદરા પોલીસ સતર્ક બની છે.
વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર શહેરના દરેક ગરબા મેદાન અને બહાર શી ટીમની મહિલા પોલીસકર્મીઓ સાદા વેશમાં ફરજ પર તૈનાત રહેશે.
જેથી જો કોઇ અસામાજીક તત્વો મહિલાઓની છેડતી કરે કે તેનો પ્રયાસ કરે તો તેમને ત્યાંજ ઝડપી લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 17 ગ્રાઉન્ડ સહિત અનેક ખાનગી પાર્ટી પ્લોટ તેમજ સોસાયટીઓમાં ગરબાના આયોજન કરવામાં આવ્યા છે.
જેમાં લાખો ભક્તો ગરબે રમી માતાજીની આરાધના કરશે.
