નવરાત્રી માટે ક્લબોએ પાર્કિંગ વ્યવસ્થા વધારી

બે વર્ષના લાંબા સમય બાદ શહેરભરમાં નવરાત્રીનું મોટાપાયે આયોજન થઈ રહ્યું છે.
આ જોઇને ક્લબ મેનેજમેન્ટે પાર્કિંગ વ્યવસ્થા વધારી છે. કર્ણાવતી, રાજપથ, વાયએમસીએ, સ્પોર્ટ્સ, ક્લબ ઓ સેવન અને પ્લામ ગ્રીન ક્લબોમાં પાર્કિંગની ખાસ સુવિધા કરી છે.
આ ઉપરાંત ક્લબોએ ખેલૈયાઓના કાર પાર્કિગ માટે વેલે પાર્કિગની વ્યવસ્થા કરી છે.
કર્ણાવતી ક્લબની પાછળ ટીપી રોડ શરૂ થયા હોવાથી, એસજી હાઇવે પર ટ્રાફિક ઓછો થશે. મોટા ભાગનો ટ્રાફિક ટીપી રોડ પરથી પસાર થશે.
પાર્કિગ સુવિધામાં વધારો
ક્લબોએ દર વર્ષ કરતા આ વખતે પાર્કિગ સુવિધામાં વધારો કર્યો છે.
રાજપથ ક્લબમાં આ વખતે ક્લબના 600 કાર પાર્કિંગ ઉપરાંત બે પ્લોટમાં 600-600 કાર પાર્કિંગ સુવિધા કરી છે.
કર્ણાવતી ક્લબે વધારાના બે પ્લોટમાં 700-800 ગાડીની પાર્કિંગ વ્યવસ્થા ગોઠવી છે.
વાયએમસીએ ક્લબે 3-4 હજાર લોકોના પાર્કિંગ માટે બેઝમેન્ટ ઉપરાંત ક્લબની પાછળના પ્લોટમાં 700 કાર પાર્કિંગની વ્યવસ્થા કરી છે.
સ્પોટર્સ કલબે 2-3 હજાર પબ્લિક માટે ક્લબના પાર્કિંગ અને સ્ટેડિયમમાં કાર પાર્કિંગની વ્યવસ્થા કરી છે.