બનાસકાંઠામાં લમ્પી વાયરસથી પીડાતા પશુઓ માટે અમદાવાદના યુવકો દવા અને આયુર્વેદિક લાડુ લઈને પહોંચ્યા
ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓના મોત થયાં છે. હજુ અનેક પશુઓમાં આ વાયરસની અસર જોવા મળી રહી છે.
જેના કારણે અબોલ પશુઓ પીડાઈ રહ્યાં છે.ત્યારે અમદાવાદના 20 યુવકો લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓ માટે આયુર્વેદિક લાડુ, સ્પ્રે અને દવા લઈને લઈને બનાસકાંઠામાં પશુઓની સેવા માટે પહોંચ્યા છે.
અમદાવાદના 20થી વધુ યુવકો બનાસકાંઠા પહોંચ્યા
અમદાવાદમાં સન ઓફ મહાદેવ નામના ગ્રુપના 20થી વધુ યુવકો બનાસકાંઠાના અલગ અલગ ગામમાં લમ્પી વાયરસથી પીડાતા પશુઓ માટે હળદર, ઘી, બાજરી, ગોળ, કાળા મરી, વરિયાળીથી બનાવેલા 3000 લાડુ, વાયરસથી થયેલા ઘા માટે સ્પ્રે, વાયરસ અને બીમારી માટે દવા સહિતની સામગ્રી લઈને પહોંચ્યા છે.
આ યુવકોએ જાતે જ ગાયોને દવા આપીને તેમના ઘા પર સ્પ્રે તથા ઇન્જેક્શન લગાવી રહ્યા છે.
કોરોના કાળથી અબોલા પશુઓ માટે કામ કરે છે
ગ્રુપના સભ્ય અજય સોનીએ જણાવ્યું હતું કે અમે કોરોના કાળથી અબોલા પશુઓ માટે કામ કરી રહ્યા છે.
લમ્પી વાયરસ ફેલાતા અનેક પશુઓના જીવ ગયા છે હજુ અનેક પશુ પીડાઈ રહ્યા છે.
જેથી અમે પશુઓના ડોક્ટરની સલાહ લઈને આયુર્વેદિક લાડુ અને દવા લઈને બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદના કેટલાક ગામમાં જઈને અમારી બનતી મદદ કરી રહ્યાં છીએ.
હજુ અમારી બીજી ટીમ અમે પરત ગયા બાદ અહીંયા આવશે અને અમારી જેમ જ સેવા આપશે.