રૂ.57 કરોડના રોડનાં કામમાં રૂ.8 કરોડનો વધારો કરાશે

પ્રતીકાત્મક તસવીર:રૂ.57 કરોડના રોડનાં કામમાં રૂ.8 કરોડનો વધારો કરાશે

રૂ.57 કરોડના રોડનાં કામમાં રૂ.8 કરોડનો વધારો કરાશે

પ્રતીકાત્મક તસવીર:રૂ.57 કરોડના રોડનાં કામમાં રૂ.8 કરોડનો વધારો કરાશે
પ્રતીકાત્મક તસવીર:રૂ.57 કરોડના રોડનાં કામમાં રૂ.8 કરોડનો વધારો કરાશે

 

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની સોમવારે મળનારી બેઠકમાં 57 કરોડના રોડના કામમાં 8 કરોડના ઉમેરાને મંજૂરી આપી દેવાશે.

અન્ય કેટલાક કામોમાં પણ 18 ટકાથી લઇ 26.78 ટકા સુધીના ભાવ વધારા સાથે ટેન્ડર મંજૂર કરવાનું હોવાનો આક્ષેપ મ્યુનિ.કોંગ્રેસે કર્યો છે.

ભાવ વધારા સાથે ટેન્ડર મંજૂર કરવાનું હોવાનો આક્ષેપ

પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ ઝોનના અલગ અલગ વોર્ડમાં રોડ રિસરફેસ કરવા માટે ફોર્ચ્યુન બિલ્ડર્સના 26.67 કરોડના કામ ત્રણ ટકા વધુ ભાવના ટેન્ડરને તથા બીટુમીનના ભાવ તફાવતના રૂ. 4 કરોડ મળી કુલ રૂ.30.67 કરોડના કામ ઉપરાંત નરનારાયણ ઇન્ફાસ્ટ્રક્ચરના ત્રણ ટકા વધુ ભાવના ટેન્ડરને તથા બીટુમીનના ભાવ તફાવતના રૂપિયા 4 કરોડ મળી કુલ 30.67 કરોડના કામને મંજૂરી અપાશે.

બંનેમાં તફાવતની રકમ 8 કરોડ થાય છે.

વિપક્ષી નેતાએ કામ પરત ખેંચવા માગ કરી

નરનારાયણ ઇન્ફાસ્ટ્રક્ચરના 26.78 ટકા, વધુ ભાવના 9.33 કરોડ, રોલર સેન્ટરના 18.81 ટકા વધુ ભાવના રૂપિયા 1.07 કરોડ, મારુતિ કન્સ્ટ્રક્શનના 25 ટકા વધુ ભાવના 26.04 કરોડના ટેન્ડરને મંજૂરી આપવાનું કામ શંકાસ્પદ છે.

તમામ કામોના ટેન્ડરના ભાવો વચ્ચે 3 ટકાથી 25 ટકા તફાવત હોવાથી વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે કામ પરત ખેંચવા માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp