પગાર વધારા પછી હડતાળ યથાવત્ 3 હજાર આરોગ્ય કર્મીની અટકાયત

પ્રતીકાત્મક તસવીર :પગાર વધારા પછી હડતાળ યથાવત્ 3 હજાર આરોગ્ય કર્મીની અટકાયત

પગાર વધારા પછી હડતાળ યથાવત્ 3 હજાર આરોગ્ય કર્મીની અટકાયત

પ્રતીકાત્મક તસવીર :પગાર વધારા પછી હડતાળ યથાવત્ 3 હજાર આરોગ્ય કર્મીની અટકાયત
પ્રતીકાત્મક તસવીર :પગાર વધારા પછી હડતાળ યથાવત્ 3 હજાર આરોગ્ય કર્મીની અટકાયત

 

ગુરૂવારે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કર્યા બાદ આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે મુદે આંદોલન ચાલુ રાખતા શુક્રવારે 3 હજાર આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી હતી.

પોલીસે આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીની પણ અટકાયત કરી હતી.

આ સાથે વીસીઇ તેમજ એલઆરડી મહિલા ઉમેદવારોની પણ અટકાયત કરવામાં આવી હતી.

આંદોલન કરી રહેલા નગરપાલિકાના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

78 એલઆરડી ઉમેદવારોને જેલમાં મોકલાયા

​​​​​​​એલઆરડીની 2018ની ભરતીમાં 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માગણી સાથે આંદોલન કરી રહેલા એલઆરડી મહિલા ઉમેદવારો અને તેમની સાથેના સમર્થકોની પોલીસે અટકાયત કરી હતી.

જાત મુચરકો રજૂ કરવાનો ઇન્કાર કરતા 55 મહિલા અને 23 યુવકોને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

આશા વર્કરોના પગારમાં 2500નો વધારો

આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કરોને પગારમાં રૂ. 2500 અને આશા ફેસિલિટેટરને મહિને રૂ. 2 હજારનો વધારો અને સાથે વર્ષે બે જોડી સાડી અથવા ડ્રેસ અપાશે. સરકારને વર્ષે 143.58 કરોડનો ખર્ચ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp