અમદાવાદની મહિલા પોલીસ ટીમને અપાઈ ખાસ ટ્રેનિંગ, યુવતીઓની છેડતી કરનાર રોમિયો સામે કરાશે કડક કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદની મહિલા પોલીસ ટીમને અપાઈ ખાસ ટ્રેનિંગ, યુવતીઓની છેડતી કરનાર રોમિયો સામે કરાશે કડક કાર્યવાહી

આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. નવરાત્રિને લઇને શેરીઓમાં, ક્લબોમાં, પાર્ટી પ્લોટોમાં તેમજ ગરબા મંડળો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

એવામાં અનેક યુવતીઓ નવરાત્રિના પાવન અવસર પર તૈયાર થઈને પોતાના ઘરથી દૂર ગરબા રમવા જતી હોય છે.

ત્યારે કોઈ ટપોરી કે રોડ છાપ રોમિયો દ્વારા યુવતીઓની છેડતી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

જેને લઇને આ વખતે મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે.

જેઓ રાત્રે ખાનગી કપડામાં નવરાત્રિના કલરફૂલ ડ્રેસમાં રસ્તા પર ફરજ બજાવશે.

આ માટે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની સી ટીમને તૈયાર કરી દેવામાં આવી છે.

સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં મહિલા પોલીસ તૈનાત

નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે.

ત્યારે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને સી ટીમ તૈયાર કરવામાં આવી છે.

નવરાત્રિમાં મોડી સાત સુધી ગરબાનું આયોજન થતું હોય છે

જેમાં ઘણી વાર મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો બને છે.

ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ નવરાત્રિમાં મોડી રાત્રે મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં તૈનાત રાખવામાં આવશે.

જો કોઈ અસામાજીક તત્વ મહિલા સાથે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઘરે જતી યુવતીઓને મુશ્કેલી ના પડે તે માટે પ્લાન તૈયાર

બે વર્ષ બાદ સમગ્ર રાજ્યમાં ગરબાની રમઝટ થવાની છે.

તેમાં પણ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની પરમિશન મળતા આ વખતે મોડી રાત સુધી ગરબા યોજાય તેવી પૂરી શક્યતા છે.

તેથી રાત્રે એકલા ઘરે જતી યુવતીઓને કોઈપણ મુશ્કેલી ના પડે તે માટે આ વખતે પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો હોવાની વિગત શહેર પોલીસે જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp