કચ્છના નાના રણમાં વરસાદના પગલે અસંખ્ય અગરિયા પરિવારો ટ્રેકટર સાથે ફસાયા

ગત વર્ષે રણમાં મીઠું પકવવા લેટ પડેલા અગરિયા પરિવારો આ વર્ષે રણમાં વહેલા ઉતર્યા હતા.
જેમાં રણમાં વરસાદની સાથે રૂપેણના પાણી ફરી વળતા અસંખ્ય પરિવારો રણમાં ફસાયા હતા.
જેમાં છઠ્ઠીના સરકારી રણમાં વરસાદના પગલે અગરિયા પરિવારો ત્રણ ટ્રેક્ટરો સાથે છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હતા.
રણકાંઠાના ગામડાના અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન પોતાના પરિવારજનો સાથે રાત દિવસ કાળી મજૂરી દ્વારા મીઠું પકવવાનું આકરૂ કામ કરે કરે છે.
એવામાં ગત વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા મોડા પહોંચ્યા હતા.
આથી રણમાં મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થઇ હતી.
આથી આ વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા.
જેમાં રણમાં વરસાદની સાથે રૂપેણના પાણી ફરી વળતા અસંખ્ય પરિવારો રણમાં ફસાયા હતા.
જેમાં છઠ્ઠીના સરકારી રણમાં વરસાદના પગલે રાજુભાઇ સહિતના અગરિયા પરિવારો ત્રણ ટ્રેક્ટરો સાથે છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હતા.
એમને મહામહેનતે ત્રણથી ચાર દિવસની મથામણ બાદ બહાર કાઢવામાં આવ્યાં હતા.
આથી રણમાં ફસાયેલા અગરિયા પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો.
ત્યારે રણમાં આ વર્ષે પણ વરસાદના પગલે મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થવાની નોબત આવી છે.
જ્યારે આ વર્ષે રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણ બેઠા મીઠાના સારા ભાવ મળતા અગરિયાઓ રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા.
ત્યાં વરસાદ ફરી આ વર્ષે પણ વિલન બનીને આવ્યો હતો.