વ્યાજખોરોથી ત્રાસી આધેડનો ઝેર પીને આપઘાતનો પ્રયાસ

પાસોદરામાં વ્યાજખોરોના ત્રાસને કારણે આધેડએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
આધેડને પુત્ર તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. ડ્રાઇવીંગનું કામ કરતા આધેડ 3 વ્યાજખોરો પાસેથી 1.75 લાખની રકમ 20 ટકાના માસિક વ્યાજે લીધી હતી.
આ રકમ વ્યાજખોરોને ચુકવી ન શકતા હરેશગીરી ગોસાઈને 3 વ્યાજખોરોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેના કારણે હરેશગીરીએ સરથાણા જકાતનાકા અમીરસ હોટેલ પાસે 19મી તારીખે સાંજે સેલફોસનો પાઉડર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
બનાવ અંગે પુત્રએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે.
જેના આધારે પોલીસે વ્યાજખોર કાબા રબારી(રહે,ઓમ ટાઉનશીપ,પાસોદરા), કરશન ભરવાડ(રહે,રામદેવપીર મંદિરની પાસે,લસકાણા) અને પપ્પુ સોની(રહે,સીમાડા સ્વામીનારાયણ પાર્કિગ)ની સામે ગુનો નોંધ્યો છે.
વધુમાં આધેડ કાબા રબારી પાસેથી 50 હજાર, ગાડીની આરસી બુક મુકી કરશન ભરવાડ પાસે 55 હજાર અને પપ્પુ સોની પાસેથી 70 હજાર 20 ટકા વ્યાજે લીધી હતી.