કરજણમાં મહિલાની એકલતાનો લાભ લઇને વડોદરાના યુવકનું બે વાર દુષ્કર્મ
વડોદરાના યુવકે કરજણ તાલુકાની મહિલાના ઘરે એકલતાનો લાભ લઇને મહિલા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
જેને લઇને મહિલાએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.
વડોદરા કારેલીબાગ તુલસીવાડી સંજયનગર 1માં રહેતો અશોક ચૌહાણ નામના ઈસમને કરજણ તાલુકાના એક ગામડામાં એક ઈસમ સાથે મિત્રતા બંધાઈ હતી
અને એક જ સમાજના હોય બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી.
જેમાં અશોક ચૌહાણ મિત્રની પત્ની સાથે પૈસાનો લેવડદેવડના સંબંધો પણ હતા.
જેમાં તારીખ 17 ઓગસ્ટના રોજ અશોક ચૌહાણ મિત્રના ઘરે જઈ મિત્રની પત્ની એકલી હોઇ બપોરના 2 કલાકે એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું .
જ્યારે 18 ઓગસ્ટના રોજ વહેલી સવારે 5-30 કલાકે મિત્રની પત્ની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
જેને લઇને મિત્રની પત્નીએ દુષ્કર્મ આચરનારા અશોક ચૌહાણ વિરુધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ બાબતે કરજણ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.