નડિયાદના આધેડે સિલાઈ કામની વિવિધ ડિઝાઇનવાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કર્યા હતા, દુષ્કર્મના ગુનામાં ફસાવવાની ધમકી આપી 1 લાખ પડાવ્યાં

પ્રતીકાત્મક તસવીર:નડિયાદના આધેડે સિલાઈ કામની વિવિધ ડિઝાઇનવાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કર્યા હતા, દુષ્કર્મના ગુનામાં ફસાવવાની ધમકી આપી 1 લાખ પડાવ્યાં

નડિયાદના આધેડે સિલાઈ કામની વિવિધ ડિઝાઇનવાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કર્યા હતા, દુષ્કર્મના ગુનામાં ફસાવવાની ધમકી આપી 1 લાખ પડાવ્યાં

પ્રતીકાત્મક તસવીર:નડિયાદના આધેડે સિલાઈ કામની વિવિધ ડિઝાઇનવાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કર્યા હતા, દુષ્કર્મના ગુનામાં ફસાવવાની ધમકી આપી 1 લાખ પડાવ્યાં
પ્રતીકાત્મક તસવીર:નડિયાદના આધેડે સિલાઈ કામની વિવિધ ડિઝાઇનવાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કર્યા હતા, દુષ્કર્મના ગુનામાં ફસાવવાની ધમકી આપી 1 લાખ પડાવ્યાં

 

નડિયાદ શહેરના એક આધેડને સોશીયલ મીડીયાનો કડવો અનુભવ થયો છે.

લેડીઝ સિલાઈ કામની અલગ અલગ ડિઝાઇન વાળા ફોટા માર્કેટિંગ કરવા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હતા.

તે સમયે એક મહિલાના આઇડી પરથી મેસેજ આવતા વાતચીત કરતા મળ‌વા બોલાવતા આઇડી બ્લોક કર્યુ હતુ.

જે અંગે છ વ્યક્તિઓ આધેડને બ્લેકમેલિંગ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે રૂ 1 લાખ પડાવી લીધા હતા.

તેમ છતા ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.

નડિયાદ શહેરના મંજીપૂરા ચોકડી પાસે રહેતા 54 વર્ષીય આધેડ શહેરના જવાહર નગરમાં લેડીઝ કપડા ઓર્ડર મુજબ બનાવી આપે છે.

તેઓ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર એકાઉન્ટનો ઉપયોગ કરી સીલાઇ કામની અલગ અલગ ડિઝાઇન વાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કરે છે.

લેડીઝ સિલાઈનું કામકાજ કરતા હોવાના કારણે મુખ્યત્વે લેડીઝ ગ્રાહકો સાથે મેસેજથી વાતચીત કરતા હોય છે.

બે માસ અગાઉ એક ઇન્સ્ટાગ્રામ આઈડી થી મેસેજ આવ્યો હતો અને પૂછેલ કે સીગલ છો તેમ પૂછતા હા પાડતા વાતચીત શરૂ થઈ થતા મળવાનુ કહેતા આઈ. ડી ફેક સમજી બ્લોક કરી દીધુ હતુ.

આ બાદ ચાર વ્યક્તિઓ દુકાને આવીને કહેલ કે તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જવાના છીએ,

જો ફરિયાદ ન થવા દેવી હોય તો સમાધાન પેટે રૂ 30 હજાર આપી દો બધુ પતી જશે.

રાતના આઠ વાગ્યાના અરસામાં ભયલુ ઝાલાએ ફોન કરી મંજીપુરા ચોકડી બોલાવ્યા હતા.

ત્યારે આધેડે રૂ 15 હજાર ગુગલ પે એકાઉન્ટથી ભયલુ ઝાલાના ખાતામાં અને રૂ 5 હજારનો ચેક આપ્યો હતો.

આ બાદ વારંવાર ભયલુ દુકાને આવી કેસમાં ફીટ કરવાની ધમકી આપી છ વ્યક્તિઓ ભેગા મળી આધેડ પાસેથી ટુકડે ટુકડે રૂ 1 લાખ સેરવી લીધા હતા.

તા.11 સપ્ટેમ્બરના રોજ ભયલુ અને અર્જુન દુકાન આવી ફરી પૈસા પડાવવાની કોશીશ કરી હતી.

તે સમયે આધેડે પૈસા આપવાની ના પાડતા બંને ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા તા.13 સપ્ટેમ્બરના રોજ નડિયાદ ટાઉન પોલીસ મથકે અરજી આપતા બંટી તળપદા અને કાઉ ઉર્ફે જયકિશન લાલજાણી સમાધાન માટે દુકાને આવ્યા હતા.

આ બાદ જામીન પર મુક્ત થતા ફરીથી ધમકી આપવા લાગતાં છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બહેન બતાવી છેતરપિંડી આચરી

ભયલુ, સતિષ, સાહિલ, કેતન આધેડની દુકાને ગયા હતા

જ્યા આધેડને કહેલ કે તમે જે આઇડી પર વાત કરો છો તે સતિષની બહેન થાય છે.

તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરવા અમે પોલીસ સ્ટેશન જઇએ છીએ. સાંજના સમયે ફોન કરી આધેડને બોલાવી પૈસા પડાવ્યા.

અમારા સમાજમાં દંડ ભરવો પડશે

​​​​​​​કેતન રબારી આધેડના ઘર પાસે આવી કહેલ કે જે છોકરી સાથે તમે વાત કરતા હતા તે મારી પત્ની થાય છે

અમારા સમાજમાં તમારે હાજર થઇ ગૂનો કબુલાત કરી દંડ પેટે રૂ 7 લાખ ભરવા પડશે.

જો તેમ ન કરવુ હોય તો તમારાથી શક્ય બને તેટલા પૈસા આપી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp