વડનગર રોડ પર આવેલી અંબિકા ફેક્ટરી આગળ અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત નિપજ્યું

વિસનગરથી વડનગર જવાના રોડ પર આવેલી અંબિકા ફેક્ટરી આગળ એક યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં યુવકનું રોડ પટકાતાં મોત થયું હતું.
આ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં યુવકનું રોડ પટકાતાં મોત
વિસનગરથી વડનગર જવાના રોડ પર અંબિકા સોસાયટીમાં અમરચંદ રામ કિશોર છેલ્લા એક મહિનાથી કામ કરે છે.
તેઓ પોતાના પરિવાર સાથે રાત્રે ઘરે હાજર હતા. તે દરમિયાન હોબાળો થયો હતો
કે અંબિકા ફેક્ટરીમાં કામ કરતા યુવકનો અકસ્માત થયો છે. જ્યાં વડનગર જવાના રોડ પર અંબિકા ફેક્ટરી આગળ રોડ પર છોકરો પડ્યો હતો.
જે યુવક અમરચંદના મોટા બાપાનો દીકરો સીયારામ મદનલાલ મિણા હતો.
જેનું માથું ફાટી જવાથી મોત નિપજ્યું હતું. જ્યાં સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આમ અમરચંદના ભાઈને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી મોત નિપજાવતાં અમરચંદભાઈએ વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
