સેવાલિયામાં ગેસ લાઇનના ખાડાનું યોગ્ય પુરાણ ન થતાં ફસાતા વાહનો
સેવાલિયા શહેરના નંદનવન સોસાયટીની બહાર કરિયાણાના ગોડાઉનમાં ગુરૂવારના રોજ એક ટ્રક માલસામાન ભરવા માટે આવતા ખાડામાં ફસાઈ ગઈ હતી.
ટ્રકનું ટાયર ખાડામાં ધસી ગયું હતું. વાંરવાર આવી ઘટનાઓને લઈને સેવાલીયાની પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
નંદનવન સોસાયટીની બહારના રસ્તા પર અને સેવાલીયા ગામના બસ સ્ટેન્ડ પાસે સ્કૂલના બાળકો ઉભા રહે છે
ત્યા પણ ખાડાઓને લઈને ઉભા રહેવાની પણ મુશ્કેલી રહેતી હોય છે.
અને આ ખાડાઓ પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાતા કાદવ-કીચડ થઇ ગયું છે.
જેને લઈ સ્થાનિકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડે છે.
સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
સેવાલિયામાં વાહન ફસાઈ જવાથી વાહનોને નુકસાન અને જીવનું જોખમ થવાની પણ ભીતિ સેવાઇ રહી છે.
જેથી સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય રીતે સમારકામ કરાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.