ગરબાડાના મીનાક્યાર બોર્ડર પરથી ઇકો ગાડીમાં દારૂ લઇને આવતાં મધ્યપ્રદેશના બે ઝડપાયા

ગરબાડા તાલુકાના મીનાક્યાર બોર્ડર પર વાહન ચેકીંગ દરમિયાન ઇક્કો ગાડીમાં ચોર ખાનુ બનાવી
તેમાં દારૂ ભરી જતાં મધ્યપ્રદેશના બેને પોલીસે ઝડપી પાડ્યા હતા. 32,207 રૂપિયાનો દારૂ તથા બે મોબાઇલ અને ગાડી મળી કુલ 1,35,207 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમા હતો
ગરબાડા પોલીસ મથકના પોસઇ જે.એલ.પટેલ તથા સ્ટાફના માણસો તથા જીઆરડી જવાનો મીનાક્યાર બોર્ડર ઉપર વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન એમ.પી.ના સેજાડાવા ગામ તરફથી એક જીજે-06-એફક્યુ-2549 નંબરની ઇકો ગાડી ઉભી રખાવી હતી.
સંતોષકારક જવાબ ન મળતા ચોરી પકડાઈ
ગાડીમાં સવાર ડ્રાઇવર સહિત બે લોકોની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતાં ગાડીની તલાસી લીધી હતી.
જેમાં પાછળની શીટની નીચે ચોરખાનુ બનાવી તેમાં લઇ જવાતો 32,207 રૂપિયાની કુલ 154 બોટલ મળી આવી હતી.
જથ્થો તથા હેરાફેરીમાં ઉપયોગમાં વપરાયેલી ઇક્કો ગાડી એક લાખની તથા બે મોબાઇલ 3,000 મળી કુલ 1,35,207 રૂપિયાનો મુદ્દામાલ સાથે
મધ્યપ્રદેશના જોબટના રાજુ નીહાલ અજનાર તથા રાજુ પ્રતાપસિંહ અજનારની ધરપકડ કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.